Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કોરોનામાંથી સાજા થઇ જાવ એટલે બિન્દાસ્ત બની નહિ જતા

મુંબઇ, તા. ૧ : કોવિડ-૧૯ની મહામારીમાંથી બેઠા થયેલા દરદીઓ મંદવાડ પછીની સારસંભાળનું ધ્યાન રાખે અને સ્વસ્થ રાખે તેવી જીવન પદ્ધતિ (હેલ્ધી લાઇફસ્ટાઇલ) અપનાવે તે જરૂરી છે.

કોવિડમાંથી સાજા થયા બાદ ૧પ ટકા દરદીઓ અશકિતની ફરીયાદ કરતા હોય છે. જયારે ઓછામાં ઓછા સાત ટકાને ફેફસાની ફાઇબ્રોસિસ (તંતુ મયતા) તથા અન્ય તકલીફો થવાની શકયતા છે. ડોકટરોના જણાવ્યા મુજબ કોવિડ પછીની આરોગ્યની સમસ્યાઓ થવા માટે દરદીની વય, કોવિડના નિયમોના પાલનમાં બેદરકારી, મેદસ્વિતા અને ડાયાબિટીક તથા હાયપરટેન્શન જેવી અન્ય બીમારીઓ જવાબદાર છે. કોરોના વાઇરસનો ચેપ લાગ્યા બાદ દરદીમાં એન્ટિબોટીઝ (રોગ પ્રતિકારકો) તૈયાર થાય છે પણ વિશ્વમાં અનેક લોકોને ફરી ચેપ લાગ્યાનું તથા કોવિડમાંથી સાજા થયા પછીની સ્વાસ્થ્ય સંબંધી તકલીફો થયાનું નોંધાયું છે. ઘણા દરદીઓને સ્નાયુ તથા સાંધાના તેમજ શરીરના કળતર દુઃખાવાની તકલીફ થાય છે. આવી તકલીફોનો ઇલાજ સમયસર ન થયો તો તે ઘાતક નીવડી શકે છે.

(2:43 pm IST)