Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

૧૪ વર્ષના ત્રણ બાળકોની આંખો કાઢી લઈ અતિ ક્રૂર હત્યા : યુપીમાં ખળભળાટ

મિરઝાપુર જિલ્લાના બામી ગામમાં એક જ પરિવારના ત્રણ બાળકોની અતિ ક્રૂર હત્યા કરેલી લાશ મળી

ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના બામી ગામમાં એક જ પરિવારના ત્રણ બાળકોની અતિ ક્રૂર હત્યા કરેલી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ત્રણેય બાળકોની આંખો કાઢી લેવામાં આવી છે. બે બાળકો પર છરીના ઘા ઝીંકવામાં આવ્યા છે. આ ત્રણે બાળકો લાપતા થયા હતા. ત્રણ ત્રણ બાળકોની હત્યા કરેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં મોટો ખળભળાટ મચી ગયો છે. આપ પાર્ટી એ યોગી સરકાર ઉપર ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું છે કે મુખ્યમંત્રી મુંબઈમાં બોલિવૂડ અભિનેતાઓ સાથે મંત્રણા કરી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશમાં ખૂનની હોળી ખેલવામાં આવી રહી છે. કાયદો વ્યવસ્થા ભાંગી પડી છે. ગુન્હેગારોને કોઈનો ભય રહ્યો નથી. ત્રણેય બાળકો સુધાંશુ, શિવમ અને હરિઓમ ૧૪-૧૪ વર્ષના છે.

(2:04 pm IST)