Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

કોરોનાની એક બે ને ત્રણ સમજતા અમુક બેદરકાર લોકો સુધર્યા જ નહિ

મહિનામાં માસ્ક-થુંકનો પ્રજાએ ૨.૯૫ કરોડનો ભર્યો દંડ

કુલ રૂ. ૨,૯૫,૭૮૦૦નો ચાંદલો કર્યોઃ અનલોક-૬માં જાહેરનામા ભંગના ૧૭૨૯ કેસઃ ૨૫૩૦ વાહનો ડિટેઇન થયાઃ અનલોક-૭નું કડક પાલન કરવા અને દંડથી બચવા પોલીસ કમિશનરનો અનુરોધ

રાજકોટ તા. ૩: કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે અનલોક-૬માં ઘણીબધી છુટછાટો સાથે નિયમો પણ આપ્યા હતાં. આ નિયમોનું કડક પાલન થાય અને કોરોનાનું સંક્રમણ અટકે તે માટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડ્યું હતું. પરંતુ અમુક લોકોને કોરોનાની કંઇ પડી જ ન હોય એ રીતે બિન્દાસ્ત બનીને કાયદાનો ભંગ કર્યો હતો અને પાંચ-પચ્ચીસ હજાર નહિ પણ પુરા ૨ કરોડ ૯૫ લાખ ૭૮ હજારનો દંડ ભર્યો છે. માસ્ક નહિ પહેરીને અને જાહેરમાં થુંકીને કાયદાનો ભંગ કરનારા ૩૦,૩૪૩ લોકોને અનલોક-૬ના એક મહિનામાં પોલીસે શોધી કાઢી આ દંડ વસુલ કર્યો છે. આ ઉપરાત જાહેરનામા ભંગના ૧૭૨૯ કેસ કર્યા છે અને ૨૫૩૦ વાહનો ડિટેઇન કર્યા છે.

અનલોક-૭ દરમ્યાન જાહેર સ્થળોએ તેમજ કામના સ્થળે તેમજ મુસાફરી કરતી વખતે ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે જેનું પાલન નહીં કરનાર રૂ.૧૦૦૦ તથા જાહેર સ્થળોએ થુંકવા પર  રૂ.૫૦૦ દંડ થશે. તેમજ કન્ટેઇન્મેન્ટ ઝોન /માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરેલ છે તે વિસ્તારમા લોકડાઉન અમલમાં રહેશે. આવા વિસ્તારમાં માત્ર જરૂરીયાતની વસ્તુઓ અને તબીબી કારણોસર જ હેરફેર કરી શકાશે તે સિવાયની કોઇ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે નહીં. તેમજ કામદારો, કર્મચારીઓ, દુકાનના માલીકો જેમના ઘર-મકાનો કન્ટમેન્ટ માઇક્રો કન્ટેન્સેન્ટ ઝોનમાં આવે છે તેમને કન્ટેમેન્ટ કે માઇક્રો કન્ટેમેન્ટ ઝોન વિસ્તારમાંથી બહાર જવા પર પ્રતિબંધ રહેશે. અનલોક-૭ દરમ્યાન સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં જાહેર સ્થળોએ સક્ષમ અધિકારીની પુર્વ પરવાનગી વગર કોઇપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં તેમજ અનઅધિકૃત /ગેરકાયદેસર રીતે ચાર કે ચાર થી વઘુ વ્યકિતઓએ એક સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંઘ મુકવામાં આવેલ છે.

અનલોક-૭ દરમ્યાન ઔધોગીક વાણીજય એકમો કારખાનાઓ ઓફિસો તેમજ અનય કામકાજ સ્થળો એ કોરોના વાયરસ નો ફેલાવો ન થાય તે માટે સાઘનો જેવા કે માસ્ક, સેનેટાઇઝર વિગેરેનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે અને સોશીયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે તેમજ વર્ક ફ્રોમ હોમને પ્રઘાન્ય આપવાનું રહેશે.

મહાનગર પાલીકા વિસ્તારમાં ફેરીયાઓ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા નકકી કરવામાં આવે તે જગ્યાઓએ વેપાર કરી શકશે અને તેમા યુ.એલ.બી. દ્વારા બહાર પાડેલ એસ.ઓ.પી.નું પાલન કરવાનું રહેશે તેમજ હોટલો અને અન્ય રહેવાની સગવડ વાળી જગ્યાઓ તેમજ શોપીંગ મોલ્સ ભારત સરકારના સ્વાચ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૦૪ જૂન ૨૦૨૦ના રોજ જારી કરવામાં આવેલ એસ.ઓ.પી ના નિયમોનું પાલન કરવાનું રહેશે. પાર્સલ સુવીઘા માટે કોઇ સમય મર્યાદા નથી.

રાજયમાં શાળા કોલેજો ચાલુ કરવા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં સ્થિતિની સમીક્ષા કરીને કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો શરૂ કરવાના સમય અંગે નિર્ણય લેશે. જીમનાશીયમ અને યોગા કલાસીસ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી એસ.ઓ.પી પ્રમાણે ખુલ્લા રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર સીનેમા થીયેટરો મલ્ટીપ્લેકસ ૫૦ ટકા સીટીંગ કેપીસીટી સાથે નિયમો મુજબ ખુલ્લા રહેશે.  સ્વીમીંગ પુલ એસ.ઓ.પી. ના નિર્દેશ મુજબ બંધ રહેશે પરંતુ રમતવીરો અને તાલીમ માટે ઉપયોગ કરી શકશે

તમામ લાયબ્રેરીઓ ૬૦ ટકાની કેપેસીટીથી ચાલું રાખી શકાશે. તમામ ધાર્મીક સ્થળો પણ નિયમો પ્રમાણે ખુલ્લા રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર બંઘ સ્થળો જેવાકે હોટેલ, બેન્કવેટહોલ, રેસ્ટોરેન્ટ, ઓડીટોરીયમ, કમ્યુનીટી હોલ, ટાઉનહોલ, જ્ઞાતિની વાડી વિગેરે સ્થળે સામાજીક, રાજકીય, શૈક્ષણીક, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણીક, ધાર્મીક, સાંસ્કૃતિ, રાજકીય સમારોહમાં જગ્યાની ક્ષમતાના ૫૦ ટકાથી વધુ નહી પરંતુ મહતમ ૧૦૦ વ્યકિતની મર્યાદામાં જ આયોજન કરી શકાશે લગ્ન સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીમાં જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા થી વધુ નહી પરંતુ મહતમ ૧૦૦ વ્યકિતઓની મર્યાદામાં આયોજન કરી શકાશે. મૃત્યુ બાદની અંતિમક્રિીયામાં ધાર્મીક વિધિમાં મહતમ ૫૦ વ્યકિતઓની મર્યાદા રહેશે. આવા આયોજન વખતે થર્મલ સ્ક્રીનિંગ, માસ્ક, ગ્લોઝ, સેનેટાઇઝર જેવા સુરક્ષાના સાઘનોનો ફરજીયાત પણે ઉપયોગ કરવાનો રહેશે. વાહન વ્યવહાર માટે અગાઉના નિયમો યથાવત રહેશે. તેમજ રાત્રી કર્ફયુનો કડક અમલ કરવાનો રહેશે. તેમ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અનલોક-૭ માટેના જાહેરનામામાં જણાવ્યું છે અને લોકોને દંડથી બચવા નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

(3:11 pm IST)