Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જનઔષધિ કેન્દ્રો પર પ્રતિરોધક ક્ષમતા ધરાવતા ૮ ઉત્પાદકો સસ્તામાં ઉપલબ્ધ થશે

બજારથી ર૬ ટકા સસ્તાઃ ભારતીય જનઔષધિ પરિયોજના હેઠળ લોન્ચ થશે

નવી દિલ્હી તા. ૪: સરકારે વડાપ્રધાન ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ પ્રતિરોધક ક્ષમતા વધારતી આઠ પ્રકારના પોષણ યુકત ઉત્પાદન જાહેર કર્યા, તેનું વેચાણ દેશભરમાં જન ઔષધિ કેન્દ્રના માધ્યમથી કરવામાં આવશે. પોષણયુકત ઉત્પાદોનાં પ્રોટીન સપ્લીમેન્ટ, માલ્ટ આધારિત પોષણ ધરાવતું પીલુ, પ્રતિરક્ષા બુસ્ટર વગેરે સામેલ છે.રસાયણ અને ઉર્વરક મંત્રી ડી. વી. સદાનંદ ગૌડાએ એક નિવેદનમાં કહ્યું, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને એવા પોષણયુકત ઉત્પાદોને લાવવું મહત્વપૂર્ણ છે.

આ ઉત્પાદન લોકોની પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરશે. તેઓએ કહ્યું કે તે ઉત્પાદક ગુણવત્તાના આધારે બજારમાં ઉપલબ્ધ એવા અન્ય ઉત્પાદનો બરાબર છે પરંતુ કિંમતના મામલે ર૬ ટકા વધુ સસ્તા છે. ગૌડાએ આશા વ્યકત કરી કે જન ઔષધો કેન્દ્રોના વિશાળ નેટવર્કના માધ્યમથી આ પ્રોટીન યુકત ઉત્પાદકો ઘણા લોકો સુધી પહોંચી.મંત્રીએ કહ્યું, ગુણવત્તાવાળી સસ્તી જેનેરીક દવાઓને ખરીદવા માટે અંદાજે ૧૦ લાખ રોગી પ્રતિદિન ૬પ૦૦ થી વધુ જનઔષધિ કેન્દ્રો પર આવે છે.

(3:51 pm IST)