Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વિશ્વમાં સૌથી વધુ સોનુ અમેરીકા પાસેઃ ગોલ્ડ રીઝર્વમાં ભારતનો નંબર નવમો

જર્મની બીજા અને ઇટાલી ત્રીજા સ્થાને કોરોના કાળમાં સોનાનો ભાવ પપ હજારે પહોંચી ગયો

નવી દિલ્હીઃ દુનિયાનો લગભગ દરેક દેશ સોનાનો વધારેને વધારે સ્ટોક રાખવા ઇચ્છતો હોય છે. કોરોના વાયરસના સમયમાં વિશ્વભરની સેન્ટ્રલ બેંકો પોતાનું ગોલ્ડ રીઝર્વ વધારી રહી છે. સોનુ ખરીદવાનો આ ટ્રેન્ડ લગભગ આખુ વરસ જોવા મળ્યો છે. સેન્ટ્રલ બેંકોના રીઝર્વ મેનેજમેન્ટમાં સોનુ મહત્વની ભુમીકા ભજવે છે.

દરેક દેશ પોતાની પાસે સ્વર્ણ ભંડાર એટલે કે ગોલ્ડ રીઝર્વ રાખે છે. આ સ્વર્ણભંડાર જે તે દેશની સેન્ટ્રલ બેંક પાસે હોય છે. સેન્ટ્રલ બેંક કોઇ પણ સંકટના સમયે દેશની નાણાકીય સુરક્ષા માટે તેનો ઉપયોગ કરે છે. કોરોના કાળમાં સોનાની કિંમત પપ હજાર રૂપીયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોચી ગઇ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટ અનુસાર અમેરીકા પાસે સૌથી વધારે ગોલ્ડ રિઝર્વ છે. ભારત દુનિયામાં નવમા નંબર પર છે. આ રીપોર્ટ અનુસાર જર્મની બીજા, ઇટલી ત્રીજા, ફ્રાંસ ચોથા, રશીયા પાંચમાં, ચીન છઠ્ઠા, સ્વિત્ઝર્લેન્ડ સાતમા અને જાપાન આઠમાં નંબર પર છે. જયારે નેધરલેન્ડનું સ્થાન દસમું છે.

(3:13 pm IST)