Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં સતત ત્રીજા દિવસે ૧૦,૦૦૦થી વધુ કોરોના કેસ નોંધાયા

પુણેમાં આંકડો ૨ હજાર આસપાસ પહોંચ્યો, જબરજસ્ત ફફડાટ, નાગપુરમાં ૧૨૦૦ અને મુંબઈમાં ૧૧૦૦ આસપાસ કોરોના કેસોનો રાફડો ફાટી નીકળ્યો : ગુજરાતમાં પણ નવા કેસ વધ્યા

પુણેમાં આંકડો ૨ હજાર આસપાસ પહોંચ્યો, જબરજસ્ત ફફડાટ, નાગપુરમાં ૧૨૦૦ અને મુંબઈમાં ૧૧૦૦ આસપાસ કોરોના કેસોનો રાફડો ફાટી નીકળ્યો: ગુજરાતમાં પણ એકધારા કોરોના કેસોમાં વધારો, આંકડો પોણા છસ્સોએ પહોંચ્યો: રાજકોટમાં સવાર સુધીમાં ૫૧ નવા કોરોના કેસ નોંધાયા, વડોદરામાં સીધા ૧૦૪ કેસ, સુરત ૧૨૦ અને અમદાવાદમાં ૧૨૩ કોરોના કેસો નોંધાયા..

(10:55 am IST)
  • વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની "આર્સેલરમિત્તલ" ગુજરાતમાં જંગી રોકાણ કરશે : યુકે સ્થિત વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની "આર્સેલરમિત્તલે" ગુજરાતમાં રૂ . ૪૫ થી ૬૫ હજાર કરોડથી વધુ રકમના રોકાણની દરખાસ્ત કરી છે.આગામી દિવસોમાં અનેક સ્થળોએ ગુજરાતમાં વધુ રોકાણ કરે તેવી સંભાવના છે. કંપનીના ભારતીય મૂળના પ્રમોટર, અધ્યક્ષ અને સીઈઓ એલ એન મિત્તલે શનિવારે કેવડિયા ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મિત્તલ અમદાવાદમાં ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણીને પણ મળ્યા હતા. આ ઉપરાંત શ્રી મિત્તલે, રુઈયાઓ દ્વારા પ્રમોટેડ એસ્સાર ગ્રુપ સાથે તેમના વિવાદના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. access_time 11:49 am IST

  • અમેરિકા અને બ્રાઝિલમાં કોરોનાના આંકડા થોડા ઘટવા લાગ્યા, છેલ્લા ૨૪ કલાકમાં બ્રાઝિલમાં ૬૮ હજાર અને અમેરિકામાં ૫૮ હજાર નવા કેસ નોંધાયા: જ્યારે ફ્રાન્સ અને ઇટલીમાં ૨૩ હજાર : ભારતમાં આંકડો સડસડાટ વધીને ૧૮ હજાર પહોંચ્યો છે: ભારતમાં ૨૪ કલાકમાં ૧૦૦ નવા કોરોના મૃત્યુ થયા છે અને ૧૪૦૦૦ સાજા પણ થયા છે, ૨ કરોડ ૯ લાખથી વધુને કોરોના વેકસીન મુકાઈ ગઈ છે : આ ઉપરાંત રશિયામાં ૧૧ હજાર: ઇંગ્લેન્ડમાં ૬ હજાર : યુનાઇટેડ આરબ અમીરાતમાં લગભગ ૩૦૦૦ : કેનેડામાં ૨૩૦૦ તો જાપાન અગિયારસો, સાઉદી અરેબિયામાં ૩૮૨થી લઈને ચીનમાં ૧૩, માટે ઓસ્ટ્રેલિયા ૯ અને હોંગકોંગમાં ૮ નવા કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે access_time 12:10 pm IST

  • એક સમયના મમતા બેનર્જીના નિકટના સાથી રહેલ TMC ના પૂર્વ કદાવર નેતા અને હાલમાજ BJP માં જોડાયેલ સુવેન્દુ અધિકારી નંદીગ્રામથી જ લડશે મુખ્યમંત્રી મમતા બેનરજી સામે બંગાળમાં આવી રહેલ ચૂંટણી : BJP એ કરી સત્તાવાર જાહેરાત access_time 7:23 pm IST