Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

હવે મ્‍યાનમાર પોતાના સેનાના પોલીસ કર્મચારીઓને પરત સોંપવા માંગણી કરી રહ્યું છે

મ્‍યાનમારના કર્મચારીઓએ સેનાએ આદેશ ન માની બોર્ડર પાર કરી હવે ભારતમાં શરણ માંગી રહ્યા છે

નવી દિલ્હી : મ્યાંમારે ભારતને કહ્યું છે કે, તેઓ તે પોલીસ કર્મચારીઓને પરત તેમને સોંપી દે, જેમને સેનાનો આદેશ માનવાથી ઈન્કાર કર્યા પછી બોર્ડર પાર કરીને ભારતમાં શરણ માંગી છે.

ભારત સરકારને લખેલા એક પત્રમાં મ્યાંમારના અધિકારીઓએ કહ્યું છે કે, બંને દેશો વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધ બનાવી રાખવા માટે આ પોલીસ કર્મચારીઓને પરત આપવામાં આવે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે, બંને પડોશી દેશો વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધ કાયમ રહે તે માટે તમને વિનંતી છે કે, જે આઠ પોલીસ કર્મચારી બોર્ડર પાર કરીને તમારા દેશમાં આવ્યા છે, તેમને કસ્ટડીમાં લેવામાં આવે અને મ્યાંમારને સૌંપી દેવામાં આવે.

તો બીજી તરફ ભારતીય અધિકારીઓનું કહેવું છે કે, મ્યાંમારના કેટલાક અધિકારીઓ અને તેમના પરિવારે હાલના દિવસોમાં બોર્ડર પાર કરી હતી.

ભારતીય રાજ્ય મિઝોરમના ચમ્પાઈ જિલ્લાના એક વરિષ્ઠ અધિકારી ડિપ્ટી કમિશ્નર મારિયા સીટી જૂઆલીની સમાચાર એજન્સી રોયટર્સનું કહેવું છે કે, તેમને મ્યાંમારના ફાલામ જિલ્લાના પોતાના સમકક્ષનો એક પત્ર મળ્યો હતો, જેમાં પોલીસ કર્મચારીઓને પરત મોકલવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

મ્યાનમારમાં ગયા મહિને લશ્કરી બળવો થયો હતો, ત્યારબાદ સેનાએ દેશના ચૂંટાયેલા નેતા આંગ સાન સુ કી સહિત સેંકડો નેતાઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદથી ત્યાં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે.

આ પ્રદર્શનો દરમિયાન હિંસા થઈ છે. અનેક જગ્યાઓ પર સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર રબરની ગોળીઓ ચલાવી છે. સુરક્ષા દળો પર અસલી ગોળીઓ ચલાવવાનો પણ આરોપ છે.

 એડવોકેસી ગ્રૂપ એસિસ્ટેન્સ એસોસિએશન ફોર પોલિટિકલ પ્રિજનરે કહ્યું છે કે, સૈન્ય શાસને અત્યાર સુધી 1,500 લોકોની ધરપકડ કરી છે.

યંગૂન સહિત અનેક મોટા શહેરોમાં હજારોની સંખ્યામાં લોકોએ ભેગા થઈને સૈન્ય શાસનનો વિરોધ કર્યો. યંગૂનમાં ટોળાને વેર-વિખેર કરવા માટે સુરક્ષા દળોએ આંસૂ ગેસના ગોળાો મારો કર્યો હતો.

(1:28 pm IST)