Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

હવે સસ્તાં-હાનિકારક ચાઇનીઝ ટોયઝ પર 'સર્જિકલ સ્ટ્રાઇક' થશે

બાળકોનાં રમકડાનાં ક્ષેત્રમાંથી પણ ચીનને દેશવટો આપવાનો સરકારનો ક્રાંતિકારી નિર્ણય

નવી દિલ્હી તા. ૧૦ :.. મોદી સરકારે ચીનને ના માત્ર સરહદ પર, પરંતુ વ્યવસાયિક મોરચે પણ પાછળ ધકેલવા માટે ઘણા મોટા પગલા લીધા છે. સરકારે ડિજીટલ સ્ટ્રાઇક કરીને જયાં ર૦૦થી વધારે ચાઇનીઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે ત્યારે હવે ટોયઝ એટલે કે બાળકોનાં રમકડાંનાં ક્ષેત્રમાં  પણ ચીનને દેશથી બહાર કરવાનું નકકી કર્યુ છે.

તાજેતરમાં જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય રમકડાં ઉદ્યોગને મજબુત કરવાની વાત તેમના 'મન કી બાત' કાર્યક્રમમાં સ્પષ્ટ કરી હતી ત્યારે તેમનો ઇશારો ભારતીય બજારમાં ચીનનાં વર્તમાન વર્ચસ્વને તોડવા તરફ જ હતો. કેન્દ્ર સરકાર તરફથી તેની પહેલ એક બાદ એક થઇ રહેલા વ્યાપારિક નિર્ણયોમાં જોવા મળે છે.

વર્તમાન સમયમાં ભારતીય રમકડાં બજારમાં જયાં જુઓ ત્યાં ચીનનાં જ રમકડા જોવા મળે છે. ઉદારીકરણનાં દોરથી શરૂ થયેલા આ સીલસીલાએ છેલ્લા રપ વર્ષમાં ભારતની અંદર જ ભારતીય રમકડાંને હાંસિયામાં ધકેલી દીધા છે.

પહેલાં ડોકલામ અને ત્યારબાદ પાછલા કેટલાક મહિનાઓથી ભારત-ચીન સરહદ પર ચીન સાથેના તણાવથી હાંસિયામાં મુકાયેલા ભારતીય રમકડાં ઉદ્યોગ તરફ ધ્યાન આપવાની ફરજ પડી છે. ભારત સરકારે રમકડાં ઉદ્યોગની ખરાબ પરિસ્થિતિ અને સમસ્યાને હલ કરવાનું નકકી કર્યુ છે.

ચીનનાં રમકડાં ખરાબ કવોલીટીનાં હોવાનાં કારણે ખુબ સસ્તા હોય છે અને આ રમકડા બાળકો માટે હાનિકારક પણ હોય છે. ચીનનાં સસ્તાં રમકડાંના કારણે ભારતનાં સારા રમકડા પણ બજારમાં ટકી શકતાં નથી.

ચીનમાં રમકડાં ઇન્ડસ્ટ્રીને સરકારી સંરક્ષણ મળ્યું છે, જે અંતર્ગત તેમને ઘણી પ્રકારની સુવિધાઓ મળે છે. ચીનમાં ટોયઝ ઇન્ડસ્ટ્રીઝને સરકારથી જમીનથી લઇને મશીન ખરીદવા સુધી, ઘણા પ્રકારની  સબસીડી મળે છે. આ ટોયઝ એકસપોર્ટ કરવા પર પણ સબસીડી અને ઇન્સેન્ટિવ્સ ચીન સરકાર આપે છે.

(3:57 pm IST)
  • તાલુકા મામલતદાર કચેરીમાં ભુકંપઃ આજે કોરોના માટે યોજાયેલ કેમ્પમાં એકી સાથે ૪ને કોરોના જાહેર સીટી પ્રાંત-ર ના ડ્રાઇવર પણ ઝપટેઃ સેનેટાઇઝર કરવાનું શરૂ :રાજકોટમાં કોરોનાનો કાળો કેર યથાવત છેઃ આજે તાલુકા મામલતદાર કથીરિયાએ કોરોના ચેકીંગ માટે સ્પે. કેમ્પ યોજયો હતો, જેમાં એકી સાથે ૪ કર્મચારીને કોરોના વળગતા તમામને હોમ આઇસોલેશન કરી દેવાયા છેઃ આ ૪ કેસમાં ઇ-ધારાના બે કોમ્પ્યુટર ઓપરેટર સીટી પ્રાંત-ર ના ડ્રાઇવર તથા તલાટી મેડમના એક ભાઇનો સમાવેશઃ બંને કચેરીને સેનેટાઇઝર કરવાનું શરૃઃ ૮ને રજા પર ઉતરાયા access_time 3:53 pm IST

  • ઉધ્ધવ સે 'પંગા'? કંગના રનૈાત વિરૂધ્ધ પોલીસ ફરીયાદ :અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મૂકાયો આરોપ :બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની વચ્ચેનો વિવાદ વધતો જઈ રહ્યો છે. કંગના સતત ઉદ્ઘવ અને શિવસેના ઉપર હુમલો કરી રહી છે. તો બીજી તરફ મુંબઈની બાક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગનાની વિરૂદ્ઘ આપત્ત્િ।જનક ટિપ્પણીને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. સીએમ ઉદ્ઘવ ઠાકરે ઉપર આપત્ત્િ।જનક ટિપ્પણી કરવામાં આવતા કેસ દાખલ કરવામાં આવ્યો છે access_time 3:52 pm IST

  • દેશમાં કોરોના બેફામ બન્યો : નવા 96,760 પોઝિટિવ કેસ નોંધાયા :1213 લોકોના મોત : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનના રેકોર્ડબ્રેક નવા 96,760 કેસ ઉમેરાતા કુલ કેસની સંખ્યા 44,59,725 થઇ :9,42,796 એક્ટીવ કેસ : વધુ 70,899 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 35,39,983 રીકવર થયા : વધુ 1213 લોકોના મોત સાથે મૃત્યુઆંક 76,304 થયો access_time 1:16 am IST