Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ન્યુયોર્ક રાજ્યના ધારાસભ્ય તરીકે ભારતીય મૂળના શ્રી ઝોહરન મામદન તથા સુશ્રી જેનિફર રાજકુમાર ચૂંટાઈ આવ્યા : એશિયન અમેરિકનોની ત્રીજા ભાગની વસતિ ધરાવતા ન્યુયોર્ક રાજ્યમાં સૌપ્રથમવાર ભારતીય મૂળના ધારાસભ્યો તરીકે ચૂંટાઈ આવવાનો વિક્રમ

ન્યુયોર્ક : અમેરિકામાં એશિયન અમેરિકનોની કુલ વસતિના ત્રીજા ભાગની વસતિ ધરાવતા ન્યુયોર્ક સ્ટેટમાં સૌપ્રથમવાર  ભારતીય મૂળના ધારાસભ્યો તરીકે  ચૂંટાઈ આવવાનો વિક્રમ શ્રી ઝોહરન મામદન તથા સુશ્રી જેનિફર રાજકુમારના નામે નોંધાયો છે.  

જે મુજબ શ્રી ઝોહરન મામદન 72 ટકા મતો મેળવી તથા સુશ્રી જેનિફર રાજકુમાર 66 ટકા મતો મેળવી વિજેતા જાહેર થયા છે. ભારતીય મૂળના આ બંને ઉમેદવારો ડેમોક્રેટ પાર્ટીના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડ્યા હતા.
29  વર્ષીય શ્રી ઝોહરન મામદન એસ્ટ્રોનિયાનું પ્રતિનિધિત્વ કરશે જયારે 38 વર્ષીય સુશ્રી જેનિફર રાજકુમાર કવીન્સનું પ્રતિનિધિત્વ કરશે . તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:56 pm IST)