Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મધ્યપ્રદેશના મંત્રી ભાજપના ઉમેદવાર ઇમરતીદેવીએ ડાબરા બેઠક ગુમાવી : તેમના વેવાઈ સુરેશ રાજે જીત્યા

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આઈટમ કહી ઠેકડી ઉડાવતા જોરદાર વિવાદ જામ્યો હતો : ઇમરતી દેવીએ સંયમ ગુમાવીને કમલનાથને મણ મણની ચોપડી હતી

ભોપાલ : મધ્ય પ્રદેશ સરકારના મંત્રી અને ભાજપના ઉમેદવાર ઇમરતી દેવી પેટાચૂંટણીમાં હરિ ગયા છે તેમણે પોતાની ડબરા બેઠક ગુમાવી હતી.

રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે પોતાના કોંગ્રેસી ઉમેદવારના પ્રચારમાં ઇમરતી દેવીને આઇટમ કહીને એમની ઠેકડી ઊડાવી હતી. એ માટે ચૂંટણી પંચે કમલનાથને કારણદર્શક નોટિસ પણ મોકલી હતી.એ પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાંના પૂર્વ વિપક્ષી નેતા અજય સિંઘે એક સભામાં એવું વિધાન કર્યું હતું કે ત્રીજી નવેંબરે મતદારો ઇમરતી દેવીને જલેબી બનાવી દેશે. એમને પણ ચૂંટણી પંચે નોટિસ મોકલી હતી. જો કે ઇમરતી દેવીએ સંયમ ગુમાવીને કમલનાથને મણ મણની ચોપડી હતી.

ઇમરતી દેવી સામે એમના જ વેવાઇ સુરેશ રાજે ઊભા હતા. આમ પોતાનાજ સ્વજન દ્વારા ઇમરતી દેવી હાર્યાં હતાં. જો કે ઇમરતી દેવી એવાં ભૂતપૂર્વ ધારાસભ્યોમાં એક હતાં જેમણે થોડા સમય પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું હતું. તેમણે આ વર્ષના માર્ચ મહિનામાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેકો આપતાં કહ્યું હતું કે સિંધિયા કૂવામાં પડે તો અમે પણ સાથે પડીશું. જો કે એ વફાદારી મતદારોને કદા ગમી નહોતી. ઇમરતી દેવી ચૂંટણી હારી ગયાં હતાં.

(11:07 am IST)