Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ટ્રમ્પે ૫૦ ટકાથી વધુ પોપ્યુલર મતો મેળવ્યા

ટ્રમ્પને ભલે સત્તાભુખ્યા -ભ્રષ્ટ- જુઠ્ઠા- સેકસ કૌભાંડો કરનારા, કરચોર કહેવાયા છતાં ૭ કરોડ લોકોએ મત આપ્યા

ભારતમાં મોદીત્વની જેમ અમેરિકામાં ટ્રમ્પત્વ ચાલુ થઇ ગયું

વોશિંગ્ટન, તા.૧૧: અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં ભલે ડોનાલ્ડ ટ્રમ્પ હારી ગયા હોય, એમણે પચાસ ટકા જેટલા પોપ્યુલર મતો મેળવી લીધા છે એ હકીકત આવનારા સમયમા ભારત સહિત બીજા કેટલાક લોકશાહી દેશો પર એની અસર પાડ્યા વિના નહીં રહે.

સૌથી વિસ્મયજનક વાત એ છે કે જેને વિદૂષક, લાલચું, સત્ત્।ાભૂખ્યા, ભ્રષ્ટ, ખોટાબોલા, સેકસ કૌભાંડોમાં રાચનારા, કરચોર વગેરે વિશેષણોથી નવાજવામાં આવતા હતા એ ડોનાલ્ડ ટ્રમ્પને સાત કરોડ અમેરિકી નાગરિકોએ મત શી રીતે આપ્યા?

આ એ જ ટ્રમ્પ છે જેણે મહાસત્ત્।ા ગણાતા અમેરિકાને ચીનની દ્રષ્ટિએ લદ્યુસત્ત્।ા જેવું બનાવી દીધું, દુનિયની નજરમાં પોતાના દેશને કમજોર બનાવી દીધો. છતાં કોઇને એવી કલ્પના સુદ્ઘાં નહોતી કે ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણીને આટલી હદે રસાકસી ભરેલી બનાવી દેશે. કોરોના રોગચાળાએ સૌથી વધુ જાનહાનિ અને ચેપ અમેરિકામાં ફેલાવ્યો હતો. આમ છતાં કરોડો લોકોએ એને મત આપ્યો એ પણ હકીકત છે.

નિરીક્ષકો અને સમીક્ષકોને સતાવતો સવાલ જ આ છે- અમેરિકન પ્રજાને થયું છે શું. આચૂંટણી પરિણામો પછી આ સવાલનો પોલિટિકલ રંગ વધુ સદ્યન પુરવાર થવાનો છે. કોરોના ન આવ્યો હોત અને અમેરિકામાં ટ્રમ્પે કોરોનાનો જોરદાર અસરકારક સામનો કર્યો હોત તો ટ્રમ્પ જંગી બહુમતીથી જીતી ન ગયા હોત. આ મુદ્દેા વિચારવા જેવો છે.

હકીકત એ છે કે ભારતમાં મોદીત્વ પ્રવર્તી ગયું છે એમ અમેરિકામાં અત્યારે ટ્રમ્પીઝમ ઘર કરી ગયો છે. એને ટ્રમ્પવાદ કહી શકાય. સમાજવાદ, સામ્યવાદ એમ ટ્રમ્પવાદ. આવનારાં ઘણાં વરસો સુધી એની અસર અમેરિકી રાજકારણ ઉપરાંત દુનિયાના લોકશાહી દેશો પર પડ્યા વિના નહીં રહે.

નરેન્દ્રભાઇ મોદીએ ટેકસાસમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પનો હાથ પકડીને એમને જીતાડવાની અપીલ કરી ત્યારે વાસ્તવમાં એ ટ્રમ્પવાદનાં બીજ રોપી રહ્યાં હતાં. ભલભલા પોલિટિકલ અભ્યાસીને આ વાતનો અણસાર સુદ્ઘાં ન આવ્યો એ પણ એક વિસ્મય છે.

(12:40 pm IST)