Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

' જમ્મુ કાશ્મીર હાઇકોર્ટ બાર એશોશિએશન ' ને રાજ્ય સરકારની નોટિસ : એશોશિએશનના બંધારણમાં ' કાશ્મીર વિવાદ ' શબ્દનો ઉપયોગ શા માટે ? : કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં કાશ્મીર વિવાદ લખવા બદલ ખુલાસો માંગ્યો

જમ્મુ : જમ્મુ કાશ્મીર રાજ્ય સરકારે ' જમ્મુ કાશ્મીર હાઇકોર્ટ બાર એશોશિએશન ' ને નોટિસ પાઠવી છે.જેમાં જણાવ્યા મુજબ એશોશિએશને તેના બંધારણમાં જમ્મુ કાશ્મીર વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની નોંધ કરી છે.જે અંગે ખુલાસો માંગ્યો છે.
રાજ્ય સરકારે કહ્યા મુજબ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં તમારા બંધારણમાં વિવાદ શબ્દ શા માટે લખ્યો છે ? તેનો ખુલાસો આપશો.

શ્રીનગરના ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટે હાઇકોર્ટ બાર  એશોશિએશનના પ્રેસિડન્ટ તથા તેના ઈલેક્શન કમિશનને નોટિસ પાઠવી  માંગેલા ખુલાસામાં પૂછ્યું  છે કે  એશોશિએશનના બંધારણમાં કાશ્મીર વિવાદ લખવું તે ભારતના બંધારણનું ઉલ્લંઘન છે.

રાજ્ય સરકાર દ્વારા પાઠવાયેલી નોટિસ અને મંગાયેલો ખુલાસો એવા સમયે પુછાયો છે કે જયારે એશોશિએશનના હોદેદારોની ચૂંટણીનું મંગળવારે આયોજન કરાયું હતું.જેમાં ચૂંટાઈ આવનાર હોદેદારોએ જમ્મુ કાશ્મીર વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે યોજાનારા સેમિનાર , મિટિંગ કે  પ્રશ્નના હલ માટે દેશમાં કે  વિદેશ જવાનું રહેશે તેમ જણાવ્યું છે.

આવી પ્રેસ નોટ રાજ્ય સરકારના ધ્યાનમાં આવતા ઉપરોક્ત નોટિસ પાઠવી જવાબ આપવા જણાવ્યું છે.તથા એશોશિએશનના રજિસ્ટ્રેશનનો  આધાર , આર્ટિકલ્સ ઓફ એશોશિએશન , હોદેદારોની વિગત ,તથા એશોશિએશનની ઓફિસનું સરનામું સહિતની વિગતો માંગી છે.તથા  જવાબ ન મળે ત્યાં સુધી હોદેદારોની ચૂંટણી ન યોજવા જણાવ્યું છે. તેમજ એશોશિએશને પણ હાલની તકે ચૂંટણી મુલતવી રાખી છે. જે દરમિયાન ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટે કોર્ટ પ્રાંગણમાં 144  મી કલમ લાગુ કરી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:47 pm IST)