Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

માર્ચ સુધીમાં તમામ ખાતાં આધાર સાથે લિન્ક કરોઃ બેન્કોને નિર્મલાનો આદેશ

નોન ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન નહીં આપવા પણ સૂચના

મુંબઇ, તા.૧૧: નાણાં મંત્રી નિર્મલા સીતારામને મંગળવારે બેન્કોને કહ્યું છે કે તેઓ ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી સંબંધિત ગ્રાહકોના આધાર નંબર સાથે બેન્કોના તમામ ખાતાઓને જોડે. નાણાકીય સમાવિષ્ટતાની વાર્તા પૂરી થઇ નથી અને હજુ પણ બેન્કોને હજુ પણ આ મામલે દ્યણી કામગીરી કરવાની છે. એવા ઘણાં ખાતાઓ છે કે જે આધાર સાથે લિંક થયા નથી. સમગ્ર દેશ મોટી બેન્કો પર આધાર રાખે છે.

ઇન્ડિયન બેન્કસ એસોસિએશનની ૭૩મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા સીતારામને ઉમેર્યું હતું કે '૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી દરેક ખાતું પાન સાથે સંકળાયેલું હોવું જોઇએ અને આધાર પણ જોડાયેલું હોવું જોઇએ.' જોકે તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે બેન્કોએ નોન-ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન ન આપવું જોઇએ અને તેમણે ડિજિટલ પેમેન્ટ્સ ટેકનીકસના પ્રમોશન પર આધારિત ન હોવા જોઇએ. તેઓ યુપીઆઇ આધારિત પેમેન્ટ્સ પર આધાર રાખે.બેન્કોએ RuPay (રૂપે) કાર્ડસને પ્રમોટ કરવા જોઇએ તેમ જણાવતાં સીતારામને કહ્યું કે 'આપણી બેન્કોમાં યુપીઆઇ એકસમાન ચર્ચાનો શબ્દ હોવો જોઇએ. જેને પણ કાર્ડની જરૂર હોય રૂપે જ એકમાત્ર એવું કાર્ડ હોવું જોઇએ કે જેને પ્રમોશન કરાય.'

(3:08 pm IST)