Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજસ્થાન અને યુપી બાદ તામિલનાડુમાં પુજારીની નિર્મમ હત્યા

તમિલનાડૂના પ્રખ્યાત મુસનીશ્વર મંદિરના પુજારીને હુમલાખોરોએ લાકડીઓ અને હથિયારોથી લોહીલુહાણ કરી મારી નાંખ્યા

નવી દિલ્હી:  રાજસ્થાનમાં જમીન વિવાદમાં પૂજારીને જીવતો સળગાવી દેવાયો હતો, યુપીમાં પણ એક પુજારીની ગોળી મારવાના કિસ્સા બાદ હવે તમિલનાડૂના પ્રખ્યાત મુસનીશ્વર મંદિરના એક પુજારીની અજાણ્યા ઘાતકીઓ દ્વારા નિર્મમ હત્યા કરી દેવાનો કેસ સામે આવ્યો છે.

આ પુજારીને મંદિર પ્રાંગણમાં ઘુસીને કેટલાક હુમલાખોરોએ લાકડીઓ અને હથિયારોથી લોહીલુહાણ કરી મારી નાંખ્યો હતો.પોલીસ હત્યારાઓની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ કેટલાક મહિના પહેલા મંદિરમાં આયોજીત કાન છેદવાની પ્રથા દરમિયાન પુજારી અને એક સમૂહ વચ્ચે વિવાદ થયો હતો, જેને કારણે તેમની હત્યા કરવામાં આવી હતી.

આ પહેલા રાજસ્થાનના સાપોટરાના બૂકના ગામમાં એક પુજારી પર પાંચ લોકોએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આરોપ હતો કે મંદિર પાસે ખેતીની જમીન પર કબજો લેવાના પ્રયત્ન કરી રહેલા લોકોએ પુજારીને પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દીધો હતો.

(12:00 am IST)