Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દિવાળીમાં મીઠાઇ સિવાય પણ આપી શકાય આ ગિફટ

આજકાલ લોકો પોતપોતાની લાઈફમાં ખૂબ જ વ્યસ્ત થઈ ગયા છે. આજકાલ દરેક લોકો નોકરી કરતા હોય છે. પરંતુ જે લોકો નોકરી ન કરતા હોય તેઓ પણ પોતાના મિત્રો કે પરિવારજનો માટે એટલો સમય નથી હોતો કે તેમને મળીને થોડો સમય વિતાવી શકે.

પરંતુ દિવાળી એક એવું પર્વ છે જે દરેકને નજીક લાવે છે. ત્યારે ચાલો જાણીએ તેમને કેવી રીતે ખૂશ કરી શકાય... ચાલો જાણીએ મીઠાઈ સિવાય ગિફ્ટમાં આપી શકાય તેવી આ ૪ ચીજો કઈ છે..

ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સ : ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સ એ એવી ચીજ છે જે દરેક લોકો ખાઈ શકે છે. તમે દિવાળીમાં ફ્રૂટ્સ કે ડ્રાય ફ્રૂટ્સની એક નાની ટોકરી આપો અથવા તો જયૂસ પેક કરીને પણ આપી શકો.

શુગર ફ્રી ગિફ્ટ : આજકાલ ઘણાં લોકો ડાયાબીટિસનો શિકાર હોય છે. તેથી તેમને તમે શુગર ફ્રી ગિફ્ટ આપી શકો છો. એવામાં તમે તમારા ફ્રેન્ડ કે પરિવારને શુગર ફ્રી ગિફ્ટ એટલે કે શુગર ફ્રી મીઠાઈ આપી શકો છો. તેનાથી તેની હેલ્થ પણ સારી રહેશે.

બાળકોને નૂડલ્સ અને પાસ્તા :  બાળકોને દિવાળીમાં રંગબંરંગી ફટાકડા અને લાઈટો ખૂબ જ પસંદ પડે છે. તમે બાળકોનું ફેવરિટ નૂડલ્સ, પાસ્તા અને મસાલા નૂડલ્સ ગિફ્ટ કરી શકો છો.

 કેન્ડલ સ્ટેન્ડઃ આ દિવળીએ તમે પોતાનાઓ અને મિત્રોને કેન્ડલ કે કેન્ડલ સ્ટેન્ડ પણ ગિફ્ટ કરી શકો છો. દિવાળીના આ પ્રકાશના પર્વમાં આ ગિફ્ટ તમારા મિત્રો અને પોતાનાઓ માટે પરફેકટ ગણાશે. આ એક ેએવી ચીજ છે જેનો ઉપયોગ લગભગ દરેક કરે છે.

(11:21 am IST)