Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

રીવર્સ ટ્રેન્ડ !:મુકેશ અંબાણી હવે બિલ ગેટ્સની ગ્રીન એનર્જી વેન્ચરમાં 375 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

મુંબઈ : દેશના સૌથી ટોચના ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી સ્વચ્છ ઊર્જા માટેના બિલ ગેટ્સના સાહસ ગ્રીન એનર્જી વેન્ચરમાં 375 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરશે એવા અહેવાલ વહેતા થયા હતા.

 સમગ્ર વિશ્વમાં સ્વચ્છ ઊર્જા પૂરી પાડવાનો આ એક મહત્ત્વાકાંક્ષી પ્લાન હોવાનું કહેવાતું હતું.આ પગલું ભરવા સાથે મૂકેશ બિલ ગેટ્સ, જેફ બેઝોસ, માઇકલ બ્લૂમબર્ગ, જૈક મા અને માસાયોશી સોન જેવા જગમશહૂર ધનાઢ્યોની યાદીમાં આવી ગયા હતા. આ તમામ ધનાઢ્યોએ બિલ ગેટ્સના બેકથ્રૂ એનર્જી વેન્ચરમાં મૂડીરોકાણ કર્યું હતું.

રિલાયન્સે શેરબજારોને જણાવ્યું હતું કે રિલાયન્સ કંપનીએ બિલ ગેટ્સના બેકથ્રૂ એનર્જી વેન્ચરમાં 50 મિલિયન ડૉલર્સના કેપિટલ કોન્ટ્રીબ્યુશન માટે એગ્રીમેન્ટ કર્યું હતું, આ એક લિમિટેડ પાર્ટનરશીપ કંપની છે જેનું નિર્માણ અમેરિકાના ડેલવેર સ્ટેટના કાયદા-કાનૂન હેઠળ થયું હતું.

બિલ ગેટ્સનું આ સાહસ સ્વચ્છ ઊર્જા માટે અને કૃષિ ટેક્નોલોજીના વિકાસ ઉપરાંત પર્યાવરણના સંકટને પહોંચી વળવાના વિકલ્પો શોધી રહ્યું હતું. મૂડીરોકાણ કરનારા લોકોની સહાયથી આ સાહસ સંપૂર્ણપણે ઝીરો ઉત્સર્જન કરે એવી કંપનીઓમાં મૂડીરોકાણ કરશે. રિલાયન્સે કહ્યું હતું કે આ બધાં પગલાંની ભારત પર પણ વિધેયક અસર થશે અને સમગ્ર માનવજાતનું ભલું થશે.

જો કે આ મૂડીરોકાણ માટે રિલાયન્સે રિઝર્વ બેંકની પરવાનગી લેવાની બાકી હતી.

(2:07 pm IST)