Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

લોકસભામાં હંગામોઃ કાલે ૩ સુધી બેઠક સ્થગિત

પ્રશ્નકાળ નહિ યોજાતા વિપક્ષે હંગામો કર્યોઃ લોકતંત્રનું ગળુ દબાવવા પ્રયાસનો આરોપ

નવી દિલ્હી, તા.૧૪: કોરોના મહામારી વચ્ચે ૧૭મી લોકસભાનું ચોથુ સત્ર આજથી શરૂ થયું છે. લોકસભામાં પ્રશ્નકાળ નહીં થવા પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવામાં આવ્યા. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે પ્રશ્નકાળ સદનની કાર્યવાહીનો મહત્વનો ભાગ છે. તે ગોલ્ડન આવસ છે. પરંતુ તમે કહી રહ્યા છો કે વિશેષ પરિસ્થિતિઓના કારણે કરાવી શકે તેમ નથી. જો કે તેમ લોકતંત્રનું ગળુ દબાવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. લોકસભાની કાર્યવાહી ૩ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

બીજી બાજુ એઆઇએમ આઇએમના પ્રમુખ અસરુદીન ઔવેસીએ કહ્યું કે સરકારે અમારા સવાલ પૂછવાનો અધિકાર છીનવી લીધો છે. વિપક્ષના અન્ય સભ્યોએ પણ કહ્યું કે પ્રશ્નકાળ થવું જરૂરી છે. તૃણમુલ કોંગ્રેસ મમતા બેનર્જીએ કહ્યું કે પ્રશ્નકાળ સંસદીય પ્રણાલીના મૂળભૂત માળખા સાથે જોડાયેલા છે તેનો મુખ્ય અંગ છે.રક્ષામંત્રી રાજનાથસિંહ પ્રશ્નકાળના મુદા પર સરકારનો બચાવ કર્યો છે. તેઓએ કહ્યું કે અસાધારણ પરિસ્થિતિઓમાં સંસદની કાર્યવાહી અમારે કરવી પડી રહી છે. ચાર કલાક માટે સંસદ ચાલશે. મેં અપીલ કરી હતી કે તેનાં પ્રશ્નકાળ ન હોઇ. અડધી કલાકનું એક શૂન્યકાળ છે. તે પહેલા લોકસભાની કાર્યવાહી આજે સવારે ૯ વાગ્યે શરૂ થઇ છે તે એક વાગ્યા સુધી ચાલશે.

(3:53 pm IST)