Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોના હવે નવા સ્વરૂપમાં ત્રાટકવા લાગ્યોઃ ડેન્ગ્યુના વેશમાં દર્દીઅો ઉપર હૂમલોઃ પ્લેટલેટસ અોછા થવાની ફરિયાદ

લખનઉઃ કોરોનાએ હવે માનવીઓ પર નવા સ્વરુપમાં ત્રાટકવાનો પ્રારંભ કર્યો છે. સામાન્ય રીતે ડેન્ગ્યુના તાવમાં પ્લેટલેટ્સ ઓછા થાય છે, પરંતુ હવે કોરોના પણ ડેન્ગ્યુના વેશમાં દર્દીઓ પર હુમલો કરી રહ્યો છે. તેના લીધે અચાનક જ દર્દીના પ્લેટલેટ્સ ઘટીને 20 હજારથી નીચે આવી જાય છે. હવે જ્યારે તેની તપાસ કરાવવામાં આવે તો તેમા ડેન્ગ્યુ આવતું નથી. આ પ્રકારના દર્દીઓ મુખ્યત્વે કોરોના ગંભીર સ્થિતિમાં પહોંચ્યા પછી જ જોવા મળે છે. પીજીઆઇમાં ડોક્ટરોએ તેના પર સંશોધન શરૂ કર્યુ છે. આજે ઉત્તરપ્રદેશમાં વધી રહેલા મોત માટે આ જ કારણ માનવામાં આવે છે.

દર્દીઓના પ્લેટલેટ્સમાં અચાનક થાય છે ઘટાડો

પીજીઆઇના પ્રાધ્યાપક અનુપમ વર્માએ જણાવ્યું કે દર્દીઓના પ્લેટલેટ્સ અચાનક ઘટવાના લીધે તેને પહોંચી વળવુ અઘરુ પડી રહ્યું છે. પીજીઆઇમાં એડમિટ લોકબંધુ હોસ્પિટલના ડોક્ટરની પ્લેટલેટ્સ ભરતી થયા પછી બીજા જ દિવસે દસ હજારે પહોંચી ગઈ. પ્રાથમિક તારણ તરીકે તે સામે આવી રહ્યુ છે કે કોરોના દર્દીની રોગપ્રતિકારક શક્તિ પર અસર કરે છે, જેમા મોનોસાઇડ અને મેકરોફેઝ સેલ પર હુમલો થાય છે. તેમા બોડીમાં પ્લેટલેટ્સનો વપરાશ વધી જાય છે. તેની સામે તેનું ઉત્પાદન પહેલાની તુલનાએ ઓછું રહે છે. આ જ કારણે પ્લેટલેટ્સ કાઉન્ટ અચાનક ઘટી જાય છે. આવા મોટાભાગના દર્દીઓ ગંભીર અવસ્થામાં હોય ચે. તેમને પ્લેટલેટ્સ ચઢાવવામાં આવે છે અને જરૂર પડે તો પ્લાઝમાં થેરપી પણ આપવામાં આવે છે.

બોનમેરોને કરી રહ્યો છે અસર

ડો. અનુપમે જણાવ્યું હતું કે આ ફેરફાર તે દિવસોમાં દેખવામાં આવ્યો જ્યારે કોરોનાના દર્દીઓને થોમ્બોસિસ થઈ રહ્યો હતો. તેના લીધે લોહીમાં ગઠ્ઠા જામી જતા હતા. તેમા ટીપીએ ઇન્જેક્શન આપવામાં આવે છે, જેથી ક્લોટ તૂટીને લોહીમાં મળી જાય છે. પરંતુ કેટલાક દર્દીઓને ટીપીએ અપાતા તેમની નસો ફાટતી હતી, જેથી આંતરિક રક્તસ્ત્રાવ થતો હતો. તેને સિવિયર થોમબોસાઇટોપીનિયા કહે છે. તેમા જોવામાં આવ્યું કે કોરોના વાઇરસ દર્દીના બોન મેરો પર અસર કરી રહ્યો હતો, જેથી આ તકલીફ સામે આવી રહી છે.

ડેન્ગ્યુની તપાસ જરૂરી

ડોક્ટર અનુપમે જણાવ્યું હતું કે આજની સ્થિતિમાં કોરોનાના દર્દીઓએ ડેન્ગ્યુની તપાસ કરાવવી જરૂરી છે. તેમા પણ ખાસ કરીને તેવા દર્દી જેના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી રહ્યા હોય. તેનાથી ખબર પડશે કે તેનું કારણ કોરોના છે કે ડેન્ગ્યુ.

(4:34 pm IST)