Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

શ્રીલંકાના દરિયામાં ચીનના કથિત સંશોધન જહાજો પર ભારતીય નૌકાદળની બાજનજર

શ્રીલંકામાં એક મહિના કરતાં વધુ સમયથી બે જહાજો મોજુદ : અન્ડર વોટર એક્ટિવિટીની નોંધ કરવાના બધા સાધનો હોવાથી ભારતીય નૌકાદળની દરેક હિલચાલની નોંધ કરી રહ્યા હોવાની શંકા

નવી દિલ્હી: ભારત-ચીન lac પર કપટી ચીન વાટાઘાટો માટે તૈયાર થયું છે, પણ તેનો ખરો ઈરાદો હવે આખુ જગત સમજી શકે એમ છે. ઉલ્લેખનીય છે કે નાપાક ચીનના મલીન ઈરાદા અંગેનો વધુ એક પુરાવો ભારતના દક્ષિણ છેડેથી મળ્યો છે. શ્રીલંકામાં ચીને એક મહિના કરતાં વધુ સમયથી બે જહાજો મોકલી રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બન્ને જહાજોનું સત્તાવાર કામ તો દરિયાઈ સંશોધન માટેનું છે. પણ હકીકતે તેઓ ભારતીય નૌકાદળની અને ખાસ તો ભારતની સબમરિનોની હિલચાલ પર નજર રાખી રહ્યા છે. છેલ્લા આઠ-દસ વર્ષથી ચીની જહાજો નિયમિત રીતે શ્રીલંકાની મુલાકાતે આવતા રહે છે.

નોંધપાત્ર છે કે એમાંથી કેટલાક જહાજો ચીન સંશોધન માટે મોકલે છે. દરિયાઈ સંશોધન માટેના જહાજોમાં અન્ડર વોટર એક્ટિવિટીની નોંધ કરવાના બધા સાધનો હોય છે. ભારતીય નૌકાદળને શંકા છે કે ચીની જહાજો દરિયાઈ સંશોધનના બહાને ભારતીય નૌકાદળની દરેક હિલચાલની નોંધ કરી રહ્યા છે.

(1:58 pm IST)