Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોરોના મહામારીમાં એક્‍ટીવ કેસોમાં ગુજરાત આઠમા નંબરેઃ પહેલા નંબરે મહારાષ્‍ટ્રઃ કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલય દ્વારા આંકડા જાહેર

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 90123 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 1290 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 50,20,360 પાર ગયો છે. જેમાંથી  9,95,933 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 39,42,361 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 82,066  લોકોના મૃત્યુ થયા છે.

સૌથી વધુ કેસ આ રાજ્યોમાં

મંત્રાલયના આંકડા મુજબ એક્ટિવ કેસમાંથી લગભગ અડધા કેસ (48.8 ટકા) 3 રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ કુલ દર્દીઓમાં ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, છત્તીસગઢ, ઓડિશા,કેરળ અને તેલંગણાના લગભગ એક ચતૃથાંશ (24.4 ટકા) યોગદાન છે. આંકડાકીય રીતે જોઈએ તો સૌથી પહેલા નંબરે મહારાષ્ટ્ર (10,97,856), બીજા નંબરે તામિલનાડુ (5,14,208), ત્રીજા નંબરે કર્ણાટક (4,75,265), આંધ્ર પ્રદેશ ચોથા નંબરે (5,83,925), પાંચમા નંબરે ઉત્તર પ્રદેશ (3,24,036), છઠ્ઠા નંબરે દિલ્હી (2,25,796), સાતમા નંબરે પશ્ચિમ બંગાળ (2,09,146), આઠમા નંબરે ગુજરાત (1,16,345), નવમા નંબરે પંજાબ (84,482) અને દસમા નંબરે મધ્ય પ્રદેશ (93,053) આવે છે.

સૌથી વધુ મૃત્યુવાળા 10 રાજ્યો

કોરોનાથી સૌથી વધુ મોત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 8માં સ્થાને છે. પહેલા નંબરે મહારાષ્ટ્ર છે જ્યાં કોરોનાથી 30409 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં 8502 લોકોના મૃત્યુ થયા છે. ત્રીજા નંબરે કર્ણાટક જ્યાં 7481 લોકોના મોત થયા છે. ચોથા નંબરે આંધ્ર પ્રદેશ (5041), પાંચમા નંબરે ઉત્તર પ્રદેશ (4604), છઠ્ઠા નંબરે દિલ્હી (4806), સાતમા નંબરે પશ્ચિમ બંગાળ (4060), આઠમા નંબરે ગુજરાત (3247), નવમા નંબરે પંજાબ (2514) અને દસમા નંબરે મધ્ય પ્રદેશ (1820) આવે છે.

મંત્રાલયના જણાવ્યાં મુજબ કુલ એક્ટિવ કેસમાંથી 60.35 ટકા કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુથી આવે છે. અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા લોકોમાં પણ સૌથી વધુ લગભગ 60 ટકા (59.42 ટકા) આ રાજ્યોમાંથી જ છે. દેશમાં કોવિડ-19થી મૃત્યુદર 1.64 ટકા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ સંક્રમણના કારણે મૃત્યુ પામનારા 70 ટકાથી વધુ લોકો બીજી બીમારીઓથી પણ પીડાતા હતાં. મંત્રાલયે પોતાની વેબસાઈટ પર આ જાણકારી આપી અને કહ્યું કે અમારા આંકડાની મેળવણી આઈસીએમઆર સાથે કરવામાં આવી રહી છે.

(4:24 pm IST)
  • જાપાનના વડાપ્રધાન તરીકે યોશીડે સુગાની સત્તાવાર જાહેરાત થઈ છે access_time 11:17 am IST

  • રાજસ્થાનમાં ફરી રાજકીય તણાવના એંધાણ : ગેહલોતના મંત્રી વિરુદ્ધ ધારાસભ્યે ખોલ્યો મોરચો : ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હવે શરૂ થશે નકારાનિકમ્મા પાર્ટ-2: ખાણ વિભાગના મંત્રી પ્રમોદ જૈન ભાયાનું નામ લીધા વિના ધારાસભ્ય ભરતસિંહે લખેલ પત્રમાં કહેવાયું કે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રભારી મંત્રીઓને બદલી નાખ્યા પરન્તુ સૌથી ભ્રષ્ટ મંત્રીને હજુ સુધી બરખાસ્ત કર્યા નથી access_time 8:58 am IST

  • ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલવાની શક્યતા નહિવત : રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ ડેપ્યુટી સી.એમ.દિનેશ શર્માનો નિર્દેશ : કેન્દ્ર સરકારે અનલોક 4 માં 21 સપ્ટે.થી સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હોવા છતાં રાજ્ય સરકાર અસંમત : વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો હેતુ access_time 12:20 pm IST