Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોરોનાનું મહાતાંડવઃ મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ગોવર્ધન દાંગીનું કોરોના વાયરસને કારણ નિધન

મધ્યપ્રદેશના કોરોના વાયરસને લઇ બ્યાવરા સીટથી કોંગ્રેસના ધારાસભ્ય ગોવર્ધન દાંગીનું મંગળવારના દિલ્લીની એક હોસ્પીટલમાં ૬ર વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. દાંગી થોડા દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા એમના નિધનની સાથેજ રાજયની એક વધુ સીટ ખાલી થઇ અને હવેકુલ ર૮ સીટો પર પેટા ચૂંટણી થશે. બીજેપી નેતા કૈલાસ વિજયવર્ગીયએ એમના નિધન પર શોક વ્યકત કર્યો.

(12:00 am IST)
  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST

  • અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST