Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સપનામાં નાગ દેખાતા યુવતીએ કર્યા લગ્ન, કહ્યું: 'હું નાગણ બનવા માંગુ છું'

કોરોના રોગચાળા વચ્ચે અંધશ્રદ્ઘાના નામે ઢોંગ કરી રહેલી યુવતીને જોવા માટે હજારો લોકો એકઠા થઈ ગયા

છિંદવાડા, તા.૧૬: મધ્યપ્રદેશના છિંદવાડાની પરાસીયા તહસીલના ધમણીયા ગામે કોરોના રોગચાળા વચ્ચે અંધશ્રદ્ઘાના નામે ઢોંગ કરી રહેલી યુવતીને જોવા માટે હજારો લોકો એકઠા થઈ ગયા હતા. ગામની એક યુવતી દાવો કરી રહી હતી કે તેના સપનામાં નાગ દેવતા આવ્યા અને તેમને મને લગ્ન કરવાનું કહ્યું. ત્યારબાદ યુવતી દુલ્હન બનીને નાગ દેવતા સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. ગ્રામજનોની સામે યુવતીએ દાવો કર્યો કે તમે લોકો શાંત થઈ જાઓ, મારા પતિ અંહી જાતે જ આવી જશે. ત્યારબાદના સમયગાળા દરમિયાન યુવતી અંધશ્રદ્ઘાના નામે ઢોંગ કરતી રહી. મધ્ય્રદેશના છિંદવાડાના ગામનો આ નાટકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, iamgujarat.com આવી બાબતોની બિલકુલ પુષ્ટિ કરતું નથી.

છિંદવાડા જિલ્લાના ધમણીયા ગામની યુવતી સતત તેના પરિવારજનો અને ગામલોકોને દાવો કરી રહી હતી કે તેના સપનામાં નાગ દેવતા આવ્યા છે. તેઓ મારી સાથે લગ્ન કરવા માગે છે. આ પછી યુવતી દુલ્હન બનીને ગામના એક મંદિરમાં પહોંચી અને નાગણની જેમ ડાન્સ કરવા લાગી હતી. ત્યા ઉપસ્થિત એક મહિલા આ યુવતીને પકડીને ઉભી હતી ત્યારે થોડીવાર સુધી યુવતી કહેતી રહી કે, લગ્ન કરવા માટે નાગ દેવતા અહિયાં આવશે.

આ દરમિયાન ગામની યુવતી નાગ દેવતા સાથે લગ્ન કરવા જઇ રહી હોવાના સમાચાર આસપાસના વિસ્તારોમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. યુવતી મંદિરમાં પહોંચતાની સાથે જ આ ડ્રામો જોવા માટે આસપાસના ગામના હજારો લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. કોરોના સંક્રમણ હોવા છતાંય સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. લોકો અંધશ્રદ્ઘાના આ નાટકને આકરા તડકામાં પણ જોતા રહ્યા. બીજી તરફ આ યુવતી જુદા જુદા દાવાઓ કરી રહી હતી.

દુલ્હન બનેલી આ યુવતી કલાકો સુધી મંદિર પરિસરમાં નાગ દેવની રાહ જોઈ રહી હતી. જયારે લોકો તેને પૂછતા કે નાગ દેવ કયારે આવશે. તો તે યુવતી ફકત એટલો જ જવાબ આપતી હતી કે તમે લોકો શાંત થઈ જાઓ, તેઓ આવશે. વચ્ચે-વચ્ચે તે મંદિર પરિસર છોડીને ખેતર તરફ પણ જતી હતી. યુવતી કહેતી હતી કે તેઓ (નાગ દેવ) આવે છે પરંતુ લોકો રસ્તો કાપી રહ્યા છે. યુવતી માટે તેના પરિવારજનો દ્વારા લગ્ન મંડપ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

મંદિર પરિસરમાં અને ગ્રામજનો સામે નાગ દેવ સાથે લગ્ન કરવાનો ઢોંગ કરતી આ યુવતી કહે છે કે હું નાગણ બનવા માંગુ છે. હું નાનપણથી એવી જ હતી.પરંતુ મારા દ્યરના લોકો મારા આ રૂપને ઓળખી શકયા નહીં. નાગ દેવ જ મારા પતિ છે. તેઓ ચોક્કસથી મારી પાસે આવશે. તેઓ એક ઈચ્છાધારી નાગ છે. આ દરમિયાન ત્યાં હાજર ગામના લોકો યુવતીની વાત સાંભળીને ભયભીત થઈ ગયા. પરંતુ આ યુવતી તો નાગ દેવ સાથે લગ્ન કરવા મક્કમ હતી. ધમણિયા ગામે અંધશ્રદ્ઘાની આ રમત કલાકો સુધી ચાલુ રહી હતી. દુલ્હન બનેલી યુવતી સતત દાવા કરી રહી હતી કે નાગ દેવ આવી રહ્યા છે. કલાકો સુધી રાહ જોઈ પરંતુ આવું કશું જ થયું નહોતું. તેથી યુવતીએ અગ્નિને સાક્ષી માનીને ગ્રામજનો સામે લગ્ન મંડપમાં જ સાત ફેરા લઈ લીધા હતા. હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આટલો ઢોંગ કર્યા બાદ પણ મહિલા હજી પણ તેના કરેલા દાવા પર મક્કમ છે.

(3:35 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST

  • અયોધ્યામાં નિર્માણ થઇ રહેલી મસ્જિદનું નામ ' બાબરી મસ્જિદ ' નહીં હોય : મસ્જિદને કોઈ નામ હોતા નથી : લોકો તેને જામા મસ્જિદ કે બાબરી મસ્જિદ તેવા નામ આપે છે : નવી નિર્માણ પામનારી મસ્જિદમાં હોસ્પિટલ ,લાયબ્રેરી ,પ્રદર્શન ,સહીત જુદા જુદા વિભાગો પણ તૈયાર કરાશે : મસ્જિદના આર્કીટેક પ્રોફેસર ડો.સૈયદ મોહમ્મદ અખ્તર access_time 12:05 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST