Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કોરોના-લોકડાઉન દરમિયાન બેરોજગાર થનારવ્યકિતને ત્રણ મહિનાનો પ૦% પગાર અપાશે

કર્મચારી વીમા નિગમની જાહેરાતઃ લાભ લેવા અપીલઃ પ૦૦ અરજીઓ આવી...

રાજકોટ તા. ૧૯ :.. કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન ર૪ માર્ચથી ૩૧ ડીસેમ્બર દરમિયાન બેરોજગાર થનાર કર્મચારીઓને રાજય વિમા નિગમે બેરોજગારી ભથ્થુ દેવાની જાહેરાત કરી છે, આ ભથ્થુ ત્રણ મહિના સુધી પ૦ ટકા પગાર તરીકે અપાશે.

આ જાહેરાત મુજબ ત્રણ માસ સુધી જે કર્મચારી બેરોજગાર થયા અને પાછળથી નોકરી મળી હશે તો પણ વેતન અપાશે.

એએસઆઇસીના મહાનિર્દેશક અનુરાધા પ્રસાદની આગેવાનીમાં અટલ વિમા - વ્યકિત કલ્યાણ યોજના અંતર્ગત - રાહત યોજનાનું જાગરકતા અભિયાન શરૂ કરાઇ રહયુ છે, આ માટે એએસઆઇના ગુજરાતના ઉચ્ચ કમિશનર રત્નેશકુમાર ગૌતમે ગુજરાતની તમામ શાખાઓના હેલ્પ ડિસ્ક તૈયાર કરાવ્યા છે, તેમણે આદેશો કર્યા છે, કોરોના કાળમાં બેરોજગાર થનાર લોકોને આ યોજનાનો લાભ લેવા અંગે કોઇપણ પ્રકારની અસૂવિધા ન પડવી જોઇએ.

અત્યાર સુધીમાં આ માટે પ૦૦ થી વધુ અરજીઓ કચેરી પાસે આવી છે, અને તે માટે કાર્યવાહી થઇ રહી છે.

(12:36 pm IST)