Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ચીની સીમાએ ભારતીય સૈનીકોને ગરમ ટેન્ટ અને ખાસ ઘરો માઈનસ ૪૦ ડીગ્રીમાં રક્ષણ આપશે

નવી દિલ્હીઃ લડાખમાં ચીન સાથે તણાવ અને ઠંડીમાં તાપમાનમાં ભારે  ચમકારો જોતા ત્યાં તૈનાત ભારતીય સેનાના હજારો ર્સૈનિકોની સુરક્ષા માટે હવે કવચ જેવા આધુનિક આવાસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ચીન સીમાએ ૫૦ હજાર ભારતીય જવાનોએ મોરચો સંભાળ્યો છે. તેમાંથી કેટલીક જગ્યાએ માઈનસ ૪૦ ડિગ્રી જેટલુ તાપમાન થઈ શકે છે. વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં ૩૦ થી ૪૦ ફૂટ બરફવર્ષા થઈ શકે છે. આ બધી વિષમ પરિસ્થિતિમાં સૈનિકોનું ધ્યાન રાખવા ખાસ આવાસની વ્યવસ્થા કરાઈ છે. જેમાં વિજળી, પાણી, હિટીંગ ફેસીલીટી સહિતની વ્યવસ્થા છે. ફ્રન્ટ લાઈન સૈનિકો માટે અમેરિકાથી ખાસ પ્રકારની ૧૫ હજાર એકસટેંડેંટ વેધર કલોથીંગ સીસ્ટમ આયાત કરાય છે.

(4:05 pm IST)