Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અચાનક રાતે ઉંઘ ઉડી ને પત્નીને કારીગર સાથે કઢંગી હાલતમાં જોઈ પતિએ બંનેને પતાવી દીધાઃ પ્રેમીની તો આંખો ફોડી નાખી

મધ્ય પ્રદેશના ખરગોનમાં પ્રેમ પ્રસંગને લઈને બે હત્યાના મામલાએ સનસની મચાવી છે

ભોપાલ,તા. ૨૦: મધ્ય પ્રદેશના ખરગોનમાં પ્રેમ પ્રસંગને લઈને બે હત્યાના મામલાએ સનસની મચાવી છે. ઉન વિસ્તારમાં અહીં પતિએ પત્નિ સાથે તેના સાથી કારીગરના અનૈતિક સંબંધને લઈને ધોકો મારી પત્નિ અને કારીગરની હત્યા કરી નાખી છે. પ્રેમીના શબને બાઈક પર નાખીને ગામથી એક કિમી દૂર આવેલા પુલ પાસે જઈને ફેંકી દીધું. પતિના માથે એટલુ ખૂન સવાર થઈ ગયુ હતું કે, તેણે પ્રેમીની બંને આંખો પણ ફોડી નાખી હતી.

ત્યારે આ ઘટનાની તપાસ એસપી શૈલેન્દ્ર સિંહ કરી રહ્યા છે અને તેમણે ઘટના સ્થળ પર જઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ભાડલીના લોકેશ ઉર્ફ લંકેશ માનકર પત્નિ અનિતા સાથે દસંગામાં મકાન બનાવાના કામમાં જોડાયેલા હતા. અહીં બાજૂના ગામનો રવી ભાગીરથ રાણે પણ તેની પાસે કામ કરવા આવતો હતો. ત્યારે ત્યાં કામે આવતો રવી અનીતાને ભાભી કહીને બોલાવતો હતો. અગાઉ અનીતાના એક લગ્ન તો તૂટી ગયા છે.

ત્યાર બાદ બીજા લગ્ન લોકેશ સાથે થયા હતા. આ બંને વચ્ચે જૂની ઓળખાણ હતી. કામના બહાને રવીને સાસરીયે બોલાવી લીધો. રવિવારે સવારે લોકેશ ભાગતા પહોંચી ગયો. અને ગામલોકોને કહ્યુ કે, મારી પત્નિને શું થયુ છે. તેના મોઢામાંથી લોહી નિકળી રહ્યુ છે. ગામ લોકો પણ લોકેશના ઘરે પહોંચ્યા. અહીં અનીતાનું શબ પડ્યુ હતું. ત્યાર બાદ થોડીવારમાં પુલની પાસે રવીનો પણ મૃત દેહ મળ્યો. જે બાદ ગામલોકોએ લોકેશને પકડી પોલીસના હવાલે કરી દીધો હતો.

લોકેશ પોલીસને જણાવ્યુ હતું કે, રાતના સમયે અમે ત્રણેય ભોજન કરીને સુવાની તૈયારી કરી રહ્યા હતા. અમે સુઈ ગયા, રાતે અચાનક મારી ઉંઘ ખુલી અને મેં જોયુ તો મારી પત્નિ અને રવી બંને કઢંગી હાલતમાં હતા. જેના કારણે ગુસ્સે થયેલા લોકેશે ધોકો લીધો અને બંનેના માથા પર મારી દીધા. અનીતા ત્યાં જ ખતમ થઈ ગઈ, જયારે રવીને મોત બાદ લોકેશે તેણે આંખો પણ ફોડી નાખી. અને બાદમાં તેને પુલની પાસે નાખી આવ્યો.ત્યાર બાદ ઘરે આવીને સુઈ ગયો.

(11:32 am IST)
  • ૩૫ કરોડનું કાળું નાણું ઝડપાયું: બિહારની ચૂંટણીઓ દરમિયાન અત્યાર સુધીમાં ૩૫ કરોડનું કાળું નાણું ઝડપાયું છે access_time 12:58 am IST

  • હવે ઉત્તર પ્રદેશના મંદિરોમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રસાદ જ વહેંચી શકાશે : મંદિર આજુબાજુની દુકાનોમાં ચેકીંગ ચાલુ : યુ.પી.સરકારે ' બ્લેસફુલ હાઈજેનીક ઓફરિંગ ટુ ગોડ ( ભોગ ) યોજના શરૂ કરી access_time 11:43 am IST

  • મહારાષ્ટ્રમાંથી દરરોજ 105 યુવતીઓ ગૂમ થાય છે : મોટાભાગની યુવતીઓ દેહ વ્યાપારમાં ઢસડાવા મજબુર : નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનો ચોંકાવનારો અહેવાલ : ગૂમ થનારાઓની સંખ્યામાં 88 ટકા મહિલાઓ અને 6 ટકા બાળકો access_time 12:18 pm IST