Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કસ્ટમરને ઝીપવાળા માસ્ક આપે છે કલકત્તાની રેસ્ટોરાં

કોલકત્તા, તા.૨૦: ભારતમાં રેસ્ટોરાં ખૂલી ગયા છે અને લોકો સાત મહિના બાદ રેસ્ટોરાંમાં ડાઇનિંગ એકસપિરિયન્સ લઈ શકશે. જોકે રેસ્ટોરાંમાં પણ બને ત્યાં સુધી માસ્ક પહેરવાનું કમ્પલસરી છે.

અલબત્ત, જમતી વખતે તો તમારે માસ્ક મોં પરથી હટાવવો જ પડેને! જોકે આવું ન કરવું પડે એનો વિકલ્પ કલકત્ત્।ાની એક રેસ્ટોરાંએ આપ્યો છે. વોકીઝ નામની ટુ-ડી થીમની રેસ્ટોરાંએ કસ્ટમર્સને પ્રવેશતાંની સાથે જ ઝીપવાળા માસ્ક પ્રોવાઇડ કરે છે. જયાં સુધી ફૂડ સર્વ ન થાય ત્યાં સુધી ગ્રાહકો માસ્ક પહેરી રાખે છે અને જમતી વખતે માસ્કને સરકાવવાને બદલે માત્ર એની ઝિપ ખોલી નાખી શકે છે.

(3:28 pm IST)