Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ચીન સાથે જંગની તૈયારી કરે છે તાઇવાન

ચીન વિરૂધ્ધ ધોકો પછાડતુ તાઇવાનઃ યુધ્ધ અભ્યાસ શરૂ કર્યો : અમારા એરસ્પેસનું રક્ષણ કરવા તૈયાર છીએઃ તાઇવાન

તાઇવાન તા. ર૦ :.. દક્ષિણ ચીન સાગરમાં ચીની ડ્રેગનના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવવા માટે તાઇવાનની વાયુસેનાએ જંગની તૈયારી તે જ કરી દીધી છે તાઇવાનની વાયુસેનાએ હવાઇ યુધ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે. આ દરમ્યાન તાઇવાનના એર ડિફેન્સ સિસ્ટમને કોઇપણ હુમલાથી નિપટવા માટે પારખવાના આવ્યા. તાઇવાનની વાયુસેનાએ કહયું કે ૩પ એમએમની તોપોને દુશ્મનના લડાકુ વિમાનોને આકાશમાં ખાત્મો કરવા માટે ગોળા વરસાવ્યા. ચીન સાથે સતત વિરોધ વચ્ચે તાઇવાન વાયુસેનાએ કહયું કે તેઓ તેમના એરસ્પેસની રક્ષા કરવા માટે તૈયાર છે. તાઇવાનની વાયસુનાએ જણાવ્યું કે હવાઇ અભ્યાસ દરમ્યાન શુટીંગ પ્રતિયોગિતા આયોજીત કરવામાં આવી. આ દરમ્યાન તાઇવાનની રેકર સિસ્ટમે આકાશમાં ચાંપતી નજર રાખી વાયુસેનાએ કહયું કે આ દરમ્યાન જવાનોએ તેમની ક્ષમતાનું જોરદાર પ્રદર્શન કર્યુ. બીજી બાજુ તાઇવાનની વાયુસેના ના ફાઇટર જેટે હુઆલિએનમાં આવેલ ચિયા શાન એરબેસ પર ડ્રીલ કરી તાઇવાનની એરફોર્સએ જણાવ્યું કે આ અભ્યાસમાં એફ-૧૬ સ્વદેશી રક્ષા વિમાન મીરાજ ર૦૦૦ અને પી-૩-સી વિમાન ભાગ લઇ રહ્યા છે.

બીજી બાજુ ચીનની સેના દક્ષિણ ચીન સાગરમાં એક વાર તાઇવાન પર મોટા હુમલાની તૈયારીમાં લાગ્યુ છે. આ બધાની વચ્ચે  તાઇવાન સાથે સંકળાયેલી સરહદે ચીને ડીએફ-૧૭ હાઇપર સોનિક મિસાઇલને તૈનાત કર્યા છે. ચીને આ વિસ્તારમાં તેજીથી સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે.

(3:30 pm IST)