Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

યુદ્ઘના કારણે નહીં પણ અન્ય કારણોસર દર વર્ષે ૧૬૦૦ ભારતીય જવાનો જીવ ગુમાવે છે

નવી દિલ્હી, તા.૨૦: સપ્ટેમ્બર મહિનામાં હાર્ટ અટેકથી લેફ્ટિનેટ કર્નલ અને કર્નલ રેંકથી ઓછોમાં ઓછા ૬ સેન્ય અધિકારીઓના મોત થયા છે. આ તમામ અધિકારીઓ ૪૦-૪૫ વર્ષીય ઉમંરના હતા. આ રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના અલગ અલગ વિસ્તારોમાંથી આ પ્રકારના સમાચાર મળી રહ્યા છે. જેનાથી એ નક્કી થાય છે કે દેશમાં જવાનોની 'કવોલિટી ઓફ લાઈફ' બરાબર નથી. કયારેક કયારેક તો આ કવોલીટી ઓફ લાઈફ બહું ઓછી થતી નજર આવે છે. જેના કારણે દેશના જવાનો તણાવ અને નેગેટિવિટીનો શિકાર થઈ રહ્યા છે. એક રિપોર્ટના જણાવ્યાનુંસાર ભારતમાં દર વર્ષે ૧૬૦૦ જવાનો યુદ્ઘમાં નહીં પરંતુ બીજી રીતે ગુમાવી રહ્યા છીએ.

સુરક્ષાદળોના જીવનમાં તણાવ હંમેશા રહ્યો છે. પંરતુ પહેલા આટલો મોટો મુદ્દો કયાંય નહોતો. સેના પર તણાવની કોઈ નેગેટિવ અસર ન પડે તે માટે હંમેશા પ્રાપ્ત સુરક્ષા તંત્ર રહ્યું છે. પરંતુ હાલની સ્થિતિમાં માહોલ બદલાતો દેખાઈ રહ્યો છે.

૩૦થી ૪૦ વર્ષના આર્મી ઓફિસરના રિએકશનને લઈને જે રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ચોંકાવનારા ફેકટ સામે આવ્યા છે. ૮૭ ટકા જવાન કામના દબાણના કારણે રજા નથી લઈ શકતા, ૭૩ ટકા રજા લઈ પણ લે તો કામના કારણે પરત બોલાવાય છે. ૬૩ ટકાએ સ્વીકાર્યું કે કામના કારણે લગ્ન જીવન પર અસર થાય છે. ૮૫ ટકાએ જણાવ્યું કે જમતા સમયે પણ ઓફિશિયલ ફોન કોલ્સનો જવાબ આપવો પડે છે.

ટેકનોલોજીનો ઉપયોગના કારણે ફિજિકલ અને મેન્ટલ બન્ને લેવલ પર નેગેટિવ અસર પડે છે. તેઓ સતત કોન્સ્ટેન્ટ ચેકર્સ એટલે કે જે સતત આનો ઉપયોગ કરે છે. તેની અસર તેમના પર વધારે થાય છે. ૪૦ ટકા અધિકારીઓ માને છે કે તેઓ કોન્સ્ટેન્ટટ ચેકર્સ છે અને ૬૦ ટકા કહે છે કે તેઓ સતત ફોન અથવા ટેબલેટ સાથે સતત જોડાયેલા છે. સ્ટડી મુજબ ૭૯ ટકાનું કહેવું છે કે તેમના દ્વારા કોઈ પ્રકારની ભૂલ થવાની કોઈ શકયતા નથી અને દરેક સમયે યોગ્ય હોવું, યોગ્ય નિર્ણય લેવાનો છે અને આ તેમની જવાબદારી છે. જેનાથી ઝીરો એરર સિંડ્રોમ છે. જે તણાવ વધારે છે.

(3:33 pm IST)