Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

GST સર્વરની સમસ્યાને કારણે રિટર્ન ભરતાની સાથે જ ઝીરો થવાની મોકાણ

ચાર દિવસથી સર્વર ધીમું ચાલતું હોવાની રજૂઆત છતાં પરિણામ શૂન્ય

મુંબઇ,તા.૨૦ : કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. તેમાં પણ છેલ્લા દિવસોમાં સર્વરની સમસ્યા હોવાની ફરિયાદ છેલ્લાં ત્રણ વર્ષથી વેપારીઓ, સીએ, ટેકસ કન્સલ્ટન્ટો કરી રહ્યા છે. તેના લીધે વેપારીઓએ મસમોટો દંડ ભરવાની સ્થિતિ સર્જાતી હોવા છતાં આ સમસ્યા ઠેરની ઠેર છે. હાલમાં પણ જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાને આડે ગણતરીના ૧ ર દિવસ બાકી રહ્યા હોવા છતાં કલાકો સુધી રિટર્ન જ ભરાતા નહીં હોવાની ફરિયાદ ઊઠી છે.

હાલમાં જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાની તૈયારીઓ વેપારીઓ, સીએ અને ટેકસ કન્સલ્ટન્ટ કરી રહ્યા છે. કારણ કે વાર્ષિક રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ ઓકટોબર જાહેર કરવામાં આવી છે. તેના કારણે વાર્ષિક રિટર્ન ભરવાને આડે ૧ર જ દિવસ બાકી રહ્યા છે. જયારે છેલ્લા ચાર દિવસથી જીએસટી પોર્ટલ પણ વાર્ષિક રિટર્ન જ ભરી શકાતા નહીં હોવાની સમસ્યા સર્જાઇ છે. ૩૦ મિનિટ સુધી બેસી રહ્યા બાદ પોર્ટલ પર લોગીન થવાય છે. ત્યાર બાદ રિટર્ન અપલોડ કરતા પણ કલાકો વીતી જાય છે. પરંતુ રિટર્ન અપલોડ થયા બાદ તેમાં ભર૫ાઈ કરેલા તમામ આંકડાઓ ઝીરો ઝીરો થઇ જતા હોવાથી તમામ મહેનત વેપારીઓ, સીએ અને ટેકસ કન્સલ્ટન્ટોએ કરવી પડે છે.

આ અંગે વખતો વખત રજૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ તેનું પરિણામ આજ દિન સુધી આવ્યું જ નથી. આ અંગે ટેકસ કન્સલ્ટન્ટ પ્રશાંત શાહે જણાવ્યું હતું કે જીએસટી વાર્ષિક રિટર્ન ભરવા માટેની તૈયારી કરીને બેઠા હોય ત્યારે જ સર્વરની સમસ્યા સર્જાય છે. તેના લીધે કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે. આ સમસ્યા છેલ્લા ચાર દિવસથી ચાલી રહી છે. તે અંગે લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેનો કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી.  જયારે વેપારીઓ રિટર્ન સમયસર નહીં ભરે તો દિવસ પ્રમાણે દંડની વસૂલાત કરવામાં આવતી હોય છે.

(3:33 pm IST)