Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કાશ્મીરમાં વધુ બે એન્કાઉન્ટરઃ ચાર આતંકવાદીને ફૂંકી માર્યા

(સુરેશ એસ દુગ્ગર) જમ્મુ : છેલ્લા ૨૪ કલાકમાં કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. કરવામાં આવી છે. એક એન્કાઉન્ટર પૂરું થયું છે અને બીજુ હજી ચાલુ છે.

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના હકારીપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદી હોવાના સમાચાર મળ્યા હતા. અન્ય એક એન્કાઉન્ટરમાં વધુ બે ત્રાસવાદીઓ ઠાર મરાયા હતા.

બીજી તરફ, દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં સોમવારે સાંજે શરૂ થયેલી એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. મલુરા વિસ્તારમાં હાજર આતંકીઓની સંખ્યા બેથી ત્રણ હોવાનું જણાવાયું છે. સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા. આટલું જ નહીં, સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળે વધારાના જવાનોને બોલાવવા સાથે લાઇટ ગોઠવવાનું પણ શરૂ કરી દીધું હતું. જેથી અંધકારનો ફાયદો ઉઠાવીને આતંકીઓ ભાગવામાં સફળ ન થઈ શકે. આ વર્ષે સુરક્ષાદળોએ ૨૦૦ જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે.

(5:37 pm IST)