Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મધ્યમવર્ગ પર મોંઘવારીનો માર : તુવરેદાળનો ભાવ રૂ.૧૨૫ પ્રતિકિગ્રા

હવે ગરીબ લોકો માટે બે ટંકની દાલ-રોટી પણ મુશ્કેલ બની ગઇ છે.

નવી દિલ્હીઃ મુંબઇઃ કોરોનાના કારણે સર્જાયેલી આર્થિક મંદી અને મોંદ્યવારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગને મોટો ફટકો પડ્યો છે. હવે ગરીબ લોકો માટે બે ટંકની દાલ-રોટી પણ મુશ્કેલ બની ગઇ છે. બજારમાં ઓછી સપ્લાય અને માંગ વધારે રહેવાથી તુવરેદાળ સહિતના મોટાભાગના કઠોળના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં ૧ કિગ્રા તુવેરદાળનો ભાવ રૂ.૧૦૦થી વટાવીને રૂ. ૧૨૫ પહોંચી ગયા છે.

વેપારીઓનું તેમજ દાલ મિલોનું માનવુ છે કે જયા સુધી સરકાર પોતાની પાસે રાખેલો સ્ટોક નહીં વેચે, સપ્લાય તંગ હોવાના કારણે તુવેર દાળના ભાવ નીચે આવશે નહીં. દાલ મિલોનું કહેવુ છે તુવેરની અછતના કારણે દાળના ભાવ ઉંચે જઇ રહ્યા છે. કેન્દ્ર સરકારે ૧૩ ઓકટોબરના રોજ તુવેરની આયાતની મંજૂરી આપી છે જેને ૧૫ નવેમ્બર સુધી ભારત લાવવાની રહેશે જયારે અડદની આયાતની મુદ્દ ૩૧ માર્ચ સુધીની છે. આ પહેલા અડદની આયાતની મુદ્દત ૩૧ ઓગસ્ટે સમાપ્ત થઇ ગઇ હતી.

વેપારીઓનું કહેવુ છે કે કેટલાક સમય બાદ દેશમાં પણ નવી તુવેરની આવક શરૂ થઇ જશે તેમજ ચાલુ વર્ષે તેનું બમ્પર ઉત્પાદન થવાની અપેક્ષા છે. સરકારે તુવેર આયાતનો કવોટા એપ્રિલમાં જારી કરવો જોઇ તો હતો જે હવે જારી કરાયો છે. આયાત કવોટા ઘણો ઓછો છે જેનાથી તુવેરના સ્થાનિક ભાવ મકકમ રીતે નીચે આવવાની સંભાવના નથી. ભારત દ્વારા તુવેરની આયાતને મંજૂરી આપ્યા બાદ તરત જ મ્યાનમારમાં તેના ભાવ ૬૫૦ ડોલર પ્રતિ ટનથી વધીને ૮૦૦ ડોલર પ્રતિ ટને પહોંચી ગયા છે.

(9:57 am IST)