Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કોરોનાનો કહેરઃ વિશ્વમાં કુલ કેસ ૩.૧ર કરોડ મૃત્‍યુઆંક ૯.૬પ લાખઃ ભારતમાં કુલ કેસ પ૪ લાખ ઉપર

ભારતમાં ર૪ કલાકમાં ૮૬૯૬૧ નવા કેસઃ ૧૧૩૦ના મોતઃ કુલ મૃત્‍યુ ૮૭૮૮રઃ એકટીવ કેસ ૧૦ લાખ ઉપર

નવી દિલ્‍હી તા. ર૧ :.. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણનો સિલસિલો ચાલુ જ છે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સંક્રમિતોની સંખ્‍યા પ૪ લાખને પાર કરી ગઇ છે.

છેલ્‍લા ર૪ કલાકમાં ૮૬૯૬૧ નવા કેસ આપ્‍યા છે. જે પછી કુલ સંક્રમીતોની સંખ્‍યા પ૪,૮૭,પ૮૦ ની થઇ છે. આ દરમ્‍યાન ૧૧૩૦ લોકોના મોત થયા છે. અને ૯૩૩પ૬ દર્દી સાજા થયા છે. રાહતની વાત એ છે કે સતત ત્રીજો દિવસ છે કે જયારે નવા કેસથી વધુ લોકો સાજા થયા છે.

દેશમાં કુલ એકટીવ કેસ ૧૦,૦૩,ર૦૯ છે અને કુલ મૃત્‍યુઆંક ૮૭૮૮ર છે. ગઇકાલે ૭,૩૧,પ૩૪ ટેસ્‍ટ થતા કુલ ટેસ્‍ટ ૬,૪૩,૯ર,પ૯૪ થયા છે. વિશ્વની વાત કરીએ તો કુલ ૩,૧ર,૩૭,પ૩૯ કેસ થયા છે અને ૯,૬પ,૦૬પ લોકોના મોત થયા છે. વિશ્વમાં ૭૪,૪ર,૭૯૬ એકટીવ કેસ છે, અમેરિકામાં ૭૦,૦૪,૭૬૮ કેસ અને ર,૦૪,૧૧૮ મોત થયા છે તે પછી ભારત પ૪,૮૭,પ૮૦ અને ૮૭૮૮ર મોત સાથે બીજા ક્રમે અને બ્રાઝીલ ૪પ,૪૪,૬ર૮ કેસ અને ૧,૩૬,૮૯પ મોત સાથે ત્રીજા ક્રમે છે.

(11:16 am IST)