Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કોરોના દુનિયામાંથી ક્યારેય નેસ્તનાબૂદ નહિ થાય ':બ્રિટનના સંશોધકોનો ચિંતાજનક દાવો

વેક્સિનથી સ્થિતિ સુધરશે ખરી પણ હવે હંમેશા વાયરસ આપણી સાથે રહેશે

લંડનઃ કોરોના વાયરસના સંક્રમણ અને તે નાબૂદ થવા બાબતે બ્રિટનના સંશોધકોએ એક મોટો ચિંતાજનક દાવો કર્યો છે, આ મહામારીને લઇને રચાયેલ બ્રિટિશ સરકારની સલાહકાર સમિતીના એક સિનિયર વૈજ્ઞાનિકો કહ્યુ કે, કોરોના વાયરસને ક્યારેય પણ ખત્મ કરી શકાશે નહીં. તે માનવજાત વચ્ચે હંમેશા રહેશે. તેમણે કહ્યુ કે, અલબત્ત એક વેક્સીન પ્રવર્તમાન સ્થિતિને થોડીક સારી બનાવવામાં મદદ જરૂર કરશે.

બ્રિટિશ સરકારના સાયન્ફિટિક એડવાઇઝરી ગ્રૂપ ઓફ ઇમર્જન્સી (SAGE)ના એક સભ્ય જોન એડમંડ્સે સાંસદોને જણાવ્યુ કે, આપણે હવે હંમેશા વાયરસની સાથે રહીશું. એ વાતની સંભાવના અત્યંત ઓછી છે કે, તે દુનિયામાંથી સંપૂર્ણપણે ખત્મ થઇ જશે. તેમણે કહ્યુ કે, અમે આ શિયાળાના અંત સુધીમાં કોરોના વાયરસની કોઇને કોઇ રસી જરૂર બનાવી લઇશુ, જેનાથી આપણને મદદ મળશે.

યુરોપના અન્ય દેશોની જેમ હવે બ્રિટન પણ કોરોના વાયરસની બીજી લહેરના ઝપેટમાં આવી ગયો છે. દેશમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હોવા છતાં મંગળવારે બ્રિટનમાં કોરોના વાયરસના 21 હજારથી વધારે નવા કેસો સામે આવ્યા છે. બ્રિટનમાં આ જીવલેણ વાયરસથી સંક્રમિતો લોકોની સંખ્યા લોકડાઉન વચ્ચે પણ ઝડપથી વધી રહી છે.

(7:35 pm IST)