Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

બિહાર ચૂંટણી પહેલા ભાજપને ઝટકો : સ્ટાર પ્રચારક શાહનવાઝ હુસૈનને કોરોના પોઝિટિવ

કોરોના પોઝિટિવ આવતા એઈમ્સમાં દાખલ :શાહનવાઝ હુસૈને ટ્વીટ કરી માહિતી આપી

નવી દિલ્હી : બિહાર ચૂંટણી પહેલા ભાજપને ઝટકો લાગ્યો છે ભાજપના નેતા અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક શાહનવાઝ હુસેનને કોરોનાનો ચેપ લાગયો છે. આ અંગે ખુદ શાહનવાઝ હુસૈને બુધવારે ટ્વીટ કરીને માહિતી આપી છે. ત્યારબાદ તેમને એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

શાહનવાઝે ટિ્‌વટ કર્યું હતું કે, “હું કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો જે કોવિડ -19 પોઝિટિવ હતા. મેં મારો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. હું છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જે લોકો સાથે સંપર્કમાં આવ્યું છું હું તે બધાને હું વિનંતી કરું છું કે તેઓ પણ પોતાનો કોરોનો ટેસ્ટ કરાવે."

બીજા એક ટ્વિટમાં શાહનવાઝે કહ્યું કે, "હું એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ છું. હું એકદમ ઠીક છું અને ચિંતા કરવાની કંઈ વાત નથી." 2 દિવસ પહેલા શાહનવાઝ હુસૈન બિહારના અરરિયા જિલ્લાના ફારબિસગંજમાં ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. અહીં તેમણે કહ્યું હતું કે, મુસ્લિમો માટે કોઈ દેશ ભારત કરતા સારો નથી, અને વડા પ્રધાન મોદી કરતા કોઇ સારો વડાપ્રધાન નથી

(9:30 am IST)