Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

નૌસેનાની તાકાત વધી: ભારતીય નેવીને મળ્યું ' મેડ ઇન ઇન્ડિયા' INS કાવારત્તી

પ્રોજેક્ટ -28 અંતર્ગત સ્વદેશી નિર્મિત સબમરીનમાંથી અંતિમ શિપ સોંપાયું

ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ.નરવાણેએ વિશાખાપટ્ટનમમાં ભારતીય નેવીને INS કાવારત્તી સોંપશે.આ પ્રોજેક્ટ -28 અંતર્ગત સ્વદેશી નિર્મિત સબમરીનમાંથી અંતિમ શિપ છે.ત્રણ યુદ્ધશિપ આગાઉ ભારતીય નૌસેનાને સોંપી દેવામાં આવ્યા છે.

INS કાવારત્તીને ભારતીય નૌકાદળના આંતરિક ડિરેક્ટોરેટ જનરલ ઓફ નેવલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.જેનું નિર્માણ કલકત્તાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા કરવામાં આવ્યું છે. નૌકાદળના અધિકારીઓના જણાવ્યા અનુસાર INS કાવારત્તીને સબમરીનને શોધી કાઢવા માટે તેમાં અત્યાધુનિક સેન્સરથી સજ્જ કરવામાં આવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, યુદ્ધ શિપમાં 90 ટકા ઉપકરણો સ્વદેશી છે. તેના સુપરસ્ટ્રક્ચર માટે કાર્બન કમ્પોઝિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભારતીય શિપબિલ્ડિંગના ઇતિહાસમાં એક મોટી સફળતા છે.INS કાવારત્તીનું નામ 1971માં બાંગ્લાદેશને પાકિસ્તાની ગુલામીમાંથી મુક્ત કરવાના અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે યુદ્ધ શિપ INS કારાવત્તીથી મુકવામાં આવ્યું છે. ભૂતપૂર્વ INS કાવારત્તીએ અરનાકલાસ મિસાઇલ યુદ્ધ શિપ હતું.

(9:58 am IST)