Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

નાલાસોપારામાં યુવકે પાડોશમાં રહેતી ત્રણ વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજાર્યો

ઉસ્માનબાદમાં ૧૧ વર્ષીય બાળકી પર ચાર ગેંગરેપ કરતા ચકચાર

મુંબઇ, તા.૨૨: નાલાસોપારામાં ત્રણ વર્ષની બાળકીને પોતાની હવસનો ભોગ બનાવનારા પાડોશી યુવકની પોલીસે ધરપકડ કરી છે. જયારે ઉસ્માનાબાદમાં ૧૧ વર્ષીય વિદ્યાર્થિનીને નિર્જનસ્થળે લઇ જઇ ચાર કિશોરે સામૂહિક બળાત્કાર ગુજરતા ખળભળાટ મચી ગયો હતો. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે ચાર આરોપીને પકડીને વધુ તપાસ શરૂ કરી છે.

તુળીંજ પોલીસે જણાવ્યું હતું કે નાલાસોપારામાં રહેતી ત્રણ વર્ષીય બાળકી તેની બિલ્ડિંગની બહાર રમતી હતી. ત્યારે પાડોશમાં રહેતો બાવીસ વર્ષીય યુવક તેને વાતોમાં ભોળવીને નિર્જન સ્થળે લઇ ગયો હતો. જયાં તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો બાળકીએ ઘરે આવીને તેની માતાને બનાવની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. કોર્ટે તેને ૨૬ ઓકટોબર સુધીની પોલીસ કસ્ટડી આપી છે.

જયારે ઉસ્માનાબાદમાં લોહારા તાલુકામાં સાસ્તૂર ખાતે રહેતી ૧૧ વર્ષીય બાળકી મંદિર સામે રમતી હતી. ત્યારે આરોપીઓ તેને ઉપાડીને અન્ય સ્થળે લઇ ગયા હતા જયાં ચાર કિશોરે તેના પર ગેંગરેપ કર્યો હતો બાળકી ગભરાઇ જતા ઘરે બનાવની માહિતી આપી નહોતી.

પણ પેટમાં દુખાવો અને તબીયત બગડતા માતા, પિતાએ પૂછપરછ કરી હતી.

છેવટે તેણે સામૂહિક બળાત્કારની જાણ કરી હતી. પછી પોલીસે કેસ નોંધી ચાર કિશોરને ઝડપી લીધા હતા. પીડિતાના માતા, પિતા ખેતરમાં મજૂરી કરે છે. આ માસૂમને હોસ્પિટલમાં દાખલ કરાય છે.

(10:00 am IST)