Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ચાર સેશન બાદ સેન્સેક્સમાં ૧૪૮ પોઈન્ટનું ગાબડું પડ્યું

વૈશ્વિક સ્તરે નબળા વલણ વચ્ચે બજારની તેજીને રોક : નિફ્ટીમાં ૪૧ પોઈન્ટનો ઘટાડો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને ઈન્ફોસિસ સહિતની ટોચની કંપનીના શેરના ભાવ તૂટ્યા

મુંબઈ, તા. ૨૨ : શેર બજારોમાં છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનની તેજીનો દોર ગુરુવારે સમાપ્ત થયો હતો. વૈશ્વિક સ્તરે નબળા વલણ વચ્ચે ઈન્ડેક્સમાં સારી હિસ્સો ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને નુકશાન થયું હતું.

બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)નો ત્રીસ કંપનીઓના શેર પર આધારિત સેન્સેક્સ ૧૪૮.૮૨ પોઇન્ટ અથવા .૩૭ ટકા ઘટીને ૪૦,૫૫૮.૪૯ પર બંધ રહ્યો છે. રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૪૧.૨૦ અંક એટલે કે .૩૫ ટકાના ઘટાડા સાથે ૧૧,૮૯૬.૪૫ પોઇન્ટ બંધ રહ્યો હતો. સેન્સેક્સ શેરોમાં ઇન્ડસઇન્ડ બેક્નને સૌથી વધુ નુકશાન થયું હતું. તે લગભગ ટકા ઘટ્યો હતો. અન્ય મોટા શેરોમાં ઘટાડો થયો છે જેમાં આઈસીઆઈસીઆઈ બેંક, ટાઇટન, ઇન્ફોસીસ, એચડીએફસી બેક્ન, નેસ્લે ઇન્ડિયા, સન ફાર્મા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ છે. બીજી તરફ, નફાકારક શેરોમાં એનટીપીસી, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ અને એક્સિસ બેંક શામેલ છે. વૈશ્વિક સ્તરે એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ, જાપાનના ટોક્યો અને દક્ષિણ કોરિયાનો સિયોલ નુકશાનની સાથે બંધ થયા હતા. હોંગકોંગમાં તેજી રહી હતી. યુરોપના મુખ્ય બજારોમાં રૂઆતના વેપારમાં પણ ગિરાવટનું વલણ રહ્યું હતું.. દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ .૨૨ ટકાના વધારા સાથે બેરલ દીઠ ૪૧.૮૨ પ્રતિ ડોલરના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. વિદેશી ભંડોળના સતત રોકાણથી રોકાણકારોની ભાવના મજબૂત બની છે અને સ્થાનિક વિદેશી વિનિમય બજારમાં ગુરુવારે રૂપિયો ચાર પૈસાની તેજી સાથે ૭૩.૫૪ ની સપાટીએ બંધ રહ્યો છે. જોકે બજારના સૂત્રોએ કહ્યું હતું કે, અન્ય મુખ્ય વિદેશી ચલણોની તુલનાએ ડોલરની મજબૂતાઈના પગલે રૂપિયાની તેજી પર કંઈક અંકુશ લાગી ગયો હતો. ઇન્ટરબેક્ન વિદેશી ચલણ વિનિમય બજારમાં ટ્રેડિંગ દરમિયાન રૂપિયો ડોલર દીઠ. ૭૩.૭૭ ના સ્તરે નબળો ખુલ્યો હતો, પરંતુ તેનું નુકસાન અટક્યું હતું અને કારોબારના અંતે ડોલર સામે રૂપિયાનો વિનિમય દર ૭૩.૫૪  પ્રતિ ડોલરે બંધ રહ્યો હતો, જે ડોલર સામે ચાર પૈસાના વધારાને દર્શાવે છે. કારોબાર દરમિયાન રૂપિયો ૭૩.૫૩ની દિવસની ઊંચી સપાટીએ અને ૭૩.૭૮ ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. તે બુધવારે ડૌલર દીઠ ૭૩.૫૮ ની સપાટીએ બંધ રહ્યો હતો.

શેરબજારના આંકડા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મૂડી બજારમાં ચોખ્ખા ખરીદદાર તરીકે જળવાઈ રહ્યા અને બુધવારે ,૧૦૮.૪૮ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. દરમિયાન, મુખ્ય ચલણોની તુલનાએ ડોલરમાં વધઘટ દર્શાવનારો ડોલર ઇન્ડેક્સ .૧૩ ટકા વધીને ૯૨.૭૩ પર પહોંચી ગયો છે. દરમિયાન, વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડનું વાયદો .૪૬ ટકા ઘટીને  ૪૧.૯૨ ડોલર પ્રતિ બેરલ રહ્યું છે.

(7:40 pm IST)