Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિને મળશે 50 હજાર :ફેરીવાળાને 2 હજાર અપાશે :મમતા બેનર્જીની જાહેરાત

દુર્ગાપૂજા પંડાલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આયોજનને મંજુરી નહી પંડાલ ચારેય તરફથી ખુલા રહેશે

કોલકતા : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે આગામી મહિને આયોજીત થનારા દુર્ગાપુજાને લઈને નવા નિયમો વિશે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે, આ વર્ષે દુર્ગાપૂજા પંડાલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આયોજનને મંજુરી નહી હોય. સીએમ મમત બેનર્જીએ કહ્યું કે, આ વખતે દુર્ગા પૂજામાં લાગતા પંડાલ ચારેય તરપથી ખુલા રહેશે. દરેક પ્રવેશ દ્વાર પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ માસ્ક પહેરવું ફરજિયાત હશે અને સોશિયલ ડિસ્ટન્સનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળમાં ખુબ ધામધુમપૂર્વક દુર્ગા પુજા મનાવવામાં આવે છે. દેશભરમાંથી લોકો નવરાત્રી દરમિયાન બંગાળ આવે છે. કલકત્તાના પંડાલની ભવ્યતા અને સુંદરતા દેશભરમાં ચર્ચાનો વિષય રહે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે ઘણું બદલાઈ જશે. પંડાલમાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે. જ્યારે દુર્ગા પૂજાના આયોજન કરતી પૂજા સમિતિઓને મમતા સરકાર તરફથી 50 હજાર રૂપિયા અને 80 હજાર ફેરીવાળાને 2 હજારની રકમ આપવામાં આવશે.

આ વર્ષે કોરોના વાઈરસના લીધે કોઈ વેપાર ધંધા બચી શક્યા નથી અને ના તો તહેવાર. મમતા બેનર્જીએ આર્થિક મદદની જાહેરાતની સાથે પૂજા સમિતિઓને કોરોના પ્રોટોકોલનું સખ્તાઈથી પાલન કરવા નિર્દેશ આપ્યો. દરેક પંડાલની એન્ટ્રી પર પર સેનેટાઈઝિંગની વ્યવસ્થા ફરજિયાત છે. પૂજા પંડાલ દરેક બાજુએથી ખુલ્લો રહેશે. આયોજકોએ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.

(11:49 pm IST)