Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

'લોન્ગ-કોવિડ'ની સ્થિતિ દર્દીઓ માટે ખતરનાક

રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ દર્દીને રહે છે તકલીફઃ રિકવર થયેલા દર્દીઓ માટે પ્રદુષણ ઘાતક નીવડી શકે છે

નવી દિલ્હી, તા.૨૬: વૈશ્વિક મહામારી કોરોનાના લીધે વિશ્વભરમાં અત્યાર સુધીમાં લાખો લોકોના મોત થઇ ચુકયા છે. વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ ખસ્તેહાલ થઇ ચૂકી છે. ભારતમાં જયાં કોરોનાના પ્રતિદિન કેસમાં ઘટાડો અને રિકવરી રેટમાં વધારોએ રાહતના સમાચાર છે જો કે રિકવર થઇ ચુકેલા લોકો માટે ખતરો હજુ સુધી ટળ્યો નથી.

ડોકટરોનું કહેવુ છે કે જે લોકો કોરોનાથી રિકવર થઇ ચુકયા છે હાઇપ્રદુષણ તેના માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ડોકટરોએ કહ્યું કે વાયુ પ્રદુષણવાળા શહેરોમાં રહેતા રિકવર લોકોને ફલુની વેકસીન લેવી જોઇએ.

હવાના પ્રદુષણથી કોરોના રોગીઓની સંવેદનશીલતા, હોસ્પિટલમાં ભરતી થવા અને મૃત્યુનું જોખમ વધે છે. ડોકટરોનું માનવું છે કે હવાના પ્રદુષણથી 'લોન્ગ કોવિડ'ના લક્ષણોમાં ખતરનાક સાબિત થશે.

આ સ્થિતિને લોન્ગ-કોવિડ કહેવાય છે. તેમાં સંક્રમણથી બહાર આવ્યા બાદ પણ લોકોમાં કોરોનાના લક્ષણો ૩ મહિના સુધી જોવા મળે છે. આ સમસ્યા એ લોકોનો વધારે રહે છે જેને કોરોના લાંબા સમય સુધી રહ્યો હોય. એક રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ દર્દીને થાક લાગે છે, શ્વાસ ચઢે છે અને શરીરમાં દર્દ રહે છે. એટલું જ નહીં તે કંઈ વસ્તુ પકડે તો પણ તેનો હાથ ધ્રૂજવા લાગે છે.

તેમનું કહેવું છે કે આ દર્દીઓને સીડી ચઢવામાં પણ શ્વાસ ચઢે છે. તેમને ખ્યાલ ન આવ્યો કે દર્દીમાં લાંબા સમય સુધી આ લક્ષણ કેમ રહે છે. તેનું કારણ તેમને લાંબા સમય સુધી થયેલો કોરોના છે. તેની અસર માનસિક સ્થિતિ પર પણ થાય છે. નહાવા અને કપડાં પહેરવાના કામમાં પણ થાક લાગે છે. અનેક વાર ચાનો કપ ઉઠાવવામાં પણ તકલીફ પડે છે.

 શરીરમાં દર્દ રહે છે. કેટલાક દર્દીઓ તો લોન્ગ -કોવિડ સામે વ્હીલ ચેરમાં જ સમય પસાર કરી રહ્યા છે. તેમને હાથ હલાવવામાં પણ મુશ્કેલી પડે છે.

(12:50 pm IST)