Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કતર એરવેઝમાં કપડા ઉતારીને લેવામાં આવી મહિલાની તલાશી

ઓસ્ટ્રેલીયાએ કતરીના અધિકારીઓ સામે ગંભીર ચિંતા દર્શાવી

નવી દિલ્હી, તા.૨૬: ઓસ્ટ્રેલીયાની સરકારે કતરી અધિકારીઓ સામે ગંભીર ચિંતા દર્શાવી છે. તેવું એ રિપોર્ટના કારણે થયું છે જેમાં કહેવામાં આવ્યું છે કે, દોહા-સિડની ફ્લાઈટમાં મહિલાના કપડા ઉતારીને તેની તલાશી લેવામાં આવી હતી. કારણ કે, એરપોર્ટ ઉપર એક નવજાત શીશુનું શબ મળ્યું હતું.

બે ઓકટોબરના રોજ દોહાથી સીડની જઈ રહેલી ફ્લાઈટની સંખ્યા કયુઆર ૯૦૮માં મુસાફરી કરી રહેલી મહિલાઓને હમાદ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપર ઉતારી દેવામાં આવી હતી અને એક એમ્બ્યુલન્સમાં તેની કપડા ઉતારીને તલાશી લેવામાં આવી હતી. કતરી અધિકારીઓએ તે જાણવાની કોશિષ કરી રહી હતી કે, કયાંક તેમાંથી કોઈએ એરપોર્ટ ઉપર મળેલા નવજાતને જન્મ તો નથી આપ્યો ને.

ફ્લાઈટના એક સાથી યાત્રીએ જણાવ્યું છે કે, મહિલાઓ માટે એક મહિલા ડોકટરની સામે રજૂ કરવામાં આવી હતી અને તેના કપડા ઉતારીને તલાશી લેવામાં આવી છે. તેને તમામ કપડા ઉતારવાનું કહેવામાં આવ્યું હતુ. ત્યાં સુધી કે અંડરવિયર પણ ઉતારવામાં આવ્યું હતું, તે બાદ ડોકટરે તેની તપાસ કરીને તે જાણવાની કોશિષ કરવામાં લાગી છે કે, તાજેતરમાં જ તેણે બાળકને જન્મ આપ્યો છે કે નહીં. જો કે કોઈએ જણાવ્યું હતું કે શૌચાલયમાં એક બાળક મળ્યું છે. તે માટે તે બાળકની માંની શોધમાં લાગી ગયા હતા.

એક નિવેદનમાં ઓસ્ટ્રેલિયાના વિદેશ અને વ્યાપાર વિભાગે કહ્યું છે કે, અમે ઔપચારિક રૂપથી કતરી અધિકારીઓની આ ઘટનાને લઈને ગંભિર ચિંતામાં છીએ. ડીએફએટીના પ્રવકતાએ જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયાની સરકારે કતરના દોહા એરપોર્ટ ઉપર ઓસ્ટ્રેલિયાના નાગરિકો સહિત મહિલા યાત્રિકોની તપાસ સંબંધિત રિપોર્ટોની જાણકારી આપી છે.

(12:51 pm IST)