Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દિલ્હીમાં ૨૦૦ કરોડ ઠગનાર જીમ સંચાલક ઝડપાયો

મોંઘી ગાડીઓ વેંચવાનું કહી પૈસાની ઠગાઇ કરતો

નવી દિલ્હી,તા. ૨૬: ૩૦ થી વધુ લોકો સાથે ૨૦૦ કરોડની ઠગાઇ કરનાર જીમ સંચાલક રાહુલ નારંગની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાહુલ લોકો સાથે પોતાની મિલ્કત ગિરવે મુકવા અને રોલ્સ રોય તથા બીટલ જેવી મોંઘી કારો વેચવાનો કારસો રચી ઠગાઇ કરી પૈસા મોજ-શોખમાં ઉડાડતો હતો. તેના ઉપર ૫૦ હજારનું ઇનામ પણ હતું.

૨૦૧૮માં ચિતરંજન પાર્કના સુનીલ વર્માએ કાર વેચવાના નામે ૧.૧૫ કરોડની ઠગાઇની ફરીયાદ કરેલ. જો કે સુનીલને એક પણ કાર કે રકમ પરત ન મળેલ. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. જામીન પર છૂટ્યા બાદ રાહુલ કોર્ટમાં હાજર ન થતા બીન જામીન લાયક વોરંટ ઇશ્યુ કરાયેલ અને દક્ષીણ દિલ્હીમાં કોઇ ઓળખીતાને મળવા આવતા ફરી ધરપકડ કરવામાં આવેલ.

(2:38 pm IST)
  • ભારતના રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગાની અવગણના કરનાર મહેબુબા મુફ્તીની પીડીપી પાર્ટીમાં તિરાડ : પાર્ટી અધ્યક્ષ મહેબુબાના નિવેદનથી નારાજ થયેલા 3 આગેવાનોએ રાજીનામાં આપી દીધા : ટી.એસ.બાજવા ,વેદ મહાજન ,તથા હુસેન એ.વફાએ મહેબૂબાને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી રાજીનામાં આપી દીધા : મહેબૂબાએ કાશ્મીરમાં 370 મી કલમ ફરીથી લાગુ ન થાય ત્યાં સુધી ત્રિરંગાને હાથ અડાડવાનો ઇન્કાર કરી દીધો હતો access_time 8:11 pm IST

  • બાગપતમાં ધોળે દિવસે વેપારીનું અપહરણ : 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી : ઉત્તર પ્રદેશમાં મહિલાઓ ,બાળકો ,કે વેપારીઓ, કોઈ સલામત નથી : સરકાર ભાષણબાજી કરવામાંથી નવરી પડતી નથી : પ્રિયંકા ગાંધી access_time 1:48 pm IST

  • ઝારખંડ : પિકનિક મનાવવા નીકળેલા અને બાગમુંડા ધોધ પર ગયેલા ૭, ૧૧, ૧૬ વર્ષના ત્રણ બાળકો નદીના તીવ્ર પ્રવાહમાં તણાય ગયા, બેના મૃતદેહ મળ્યા: કિશોરીની શોધ ચાલુ.. access_time 10:02 pm IST