Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

૨ પત્નીઓ સાથે Sex Show લાઇવ કરતો હતો યુવકઃ લાખો કમાણો, પછી ખુલી ગઇ પોલ

આરોપી અશ્લીલ વિડિયો બનાવીને ઓનલાઇન વેચતો હતો

વિદિશા,તા.ર૬: મધ્ય પ્રદેશ ના વિદિશામાં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક એપ  (ખ્ષ્ટષ્ટ) પર પોતાની બે કથિત પત્નીઓ સાથે  'ઓનલાઇન સેકસ શો'નું લાઇવ-સ્ટ્રીમિંગ કરતો હતો. આરોપ હતો કે યુવક લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા જોનારાઓ પાસેથી રૂપિયા લેતો હતો. શરૂઆતી તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે સેકસ લાઇવ શો દ્વારા યુવક અત્યાર સુધી લાખો રૂપિયાની કમાણી કરી ચૂકયો છે. બીજી પત્નીની ફરિયાદના આધારે યુવકની ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરવામાં આવેલા યુવકની ઉંમર ૨૪ વર્ષ છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે તેને ૧૦જ્રાક્ન સુધી અભ્યાસ કર્યો છે. પોલીસે તેના દ્યરમાંથી ૧૫.૫ લાખ રૂપિયાનું સોનું અને ૪૫,૫૦૦ રૂપિયાની કેશ જપ્ત કરી છે. પોલીસનું કહેવું છે કે શ્નદ્બચ પહેલાંથી જ પરણિત હતો અને તેને બીજી યુવતિ સાથે પણ લગ્ન કર્યા હતા. તેની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી છે. 

યુવતિએ પોલીસને જણાવ્યું કે યુવકે પોતાને માધવ મહારાજ બતાવીને તેને ફસાવી હતી. યુવતિને ખબર ન હતી કે તે પહેલાંથી જ પરણિત છે. છેતરીને તેની સાથે બીજા લગ્ન કર્યા. તે પહેલી પત્ની સાથે પહેલાંથી જ સેકસ વીડિયો બનાવતો હતો. હવે બીજી પત્ની સાથે પણ યુવકે સેકસ વીડિયો ઓનલાઇન વેચવાનું શરૂ કરી દીધું. બીજી પત્નીને જયારે આ વાતની ખબર પડી તો તેણે પોલીસમાં ફરિયાદ કરી.

વિદિશાની સિવિલ લાઇન પોલીસના જણાવ્યા અનુસાર યુવતિએ કહ્યું હતું કે આરોપીએ તેને ફોસલાવીને ફસાવી લીધી હતી અને તેનું શારિરીક શોષણ કરવા લાગ્યો હતો. આરોપી અશ્લીલ વિડિયો બનાવીને ઓનલાઇન વેચતો હતો.

(3:33 pm IST)