Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ટુ વ્હીલર્સમાં થઇ શકે છે ૧૦ હજાર સુધીનો ઘટાડો

જીએસટીના દરમાં ઘટાડાથી આમઆદમી માટે ખુશ ખબર

રાજકોટ, તા. ર૭ : સ્કૂટર, મોપેડ, બાઈક જેવા વાહનોની કિંમતમાં ધટાડો થઇ શકે તે માટે વિચારણા ઙ્ગચાલી રહી છે, સમાચાર એવા મળી રહ્યા છે કે જો સરકાર વાહનો ઉપર જીએસટી નો દર ૨૮ટકા ટકા થી દ્યટાડીને ૧૮ટકા કરી દેવામાં આવે તો વાહનોની કિંમતમાં ૧૦ હજાર જેટલો દ્યટાડો થઇ શકે છે. બજાજ ઓટોના એમડી રાજીવ બજાજે વાત જણાવી હતી કે કેન્દ્ર સરકાર ટુ વ્હીલર્સ જીએસટી દરને દ્યટાડવા માટેની વિચારણા કરી શકે છે. નાણાંમંત્રી નિર્મલા સીતારામનએ જણાવ્યું હતું કે ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ જીએસટી કાઉન્સિલ ટુ વ્હીલર્સના ટેકસદર અંગે વિચારણા કરશેમ વધુમાં એમ પણ કહ્યું હતું કે ઓટો ઇન્ડસ્ટ્રીની  જીએસટી માટેની માંગને ધ્યાને લેવામાં આવશેમ આ વાતની જાણ નિર્મલા સીતારામને ભારતીય ઉદ્યોગ પરિસંદ્ય (સીઆઇઆઇ) સાથે થયેલી બેઠકમાં જણાવવામાં આવી હતી. રાજીવ બજાજે જણાવ્યું હતું કે ઓટો સેકટરમાં પહેલેથી અનેક સમસ્યાઓ છે. એવામાં જીએસટીના દરમાં ઘટાડો થાય તે ગ્રાહકોના અને ઉદ્યોગોના હિતમાં રહેશે.

ટુ વ્હીલર્સ ઉપર ૨૮ટકા જીએસટી

જીએસટી ઘટાડવાના સુજાવને નાણામંત્રી એ પણ સારો સુજાવ કહીને આવકાર્યો છે. આ સુજાવને જીએસટીની બેઠકમાં રજુ કરવામાં આવશે કેમકે ટુ વ્હીલર્સ લકઝરી વસ્તુ નથી કે નુકશાનકારક વસ્તુ પણ નથી.

કોરોના સમયમાં દરેક તહેવારોને જાણે ગ્રહણ લાગી ગયું છે ત્યારે ઓટો સેકટરને પણ ગ્રહણ લાગ્યું હોય તેવું થયું હતું એવામાં જો આવતા તહેવારોમાં આ સારા સમાચાર મળે તો ઓટો ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો આવતા તહેવારોનો લાભ લઇ શકે તેમ છે.

હીરો મોટોકોર્પએ સૌથી પહેલા શરૂઆત કરી હતી

દેશની સૌથી વધુ વાહનો ઉત્પાદન કરતી કંપની હીરો મોટોકોર્પએ છેલ્લા વર્ષોમાં સરકારને ટુ વ્હીલર્સ ના જીએસટી સ્લોટમાં દ્યટાડો કરવા માટેની ભલામણ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવમાં ૧૫૦ સીસી ટુ વ્હીલર્સઉપર જીએસટી દર ૨૮ટકા થી દ્યટાડીને ૧૮ટકા કરી એવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. સરકારને સૌ પ્રથમ પ્રસ્તાવ આપવાની પહેલ હીરોમોટોકોર્પે કરી હતી.

(3:00 pm IST)