Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

યુજીસીના છેલ્લા વર્ષની પરીક્ષાઓના આયોજન ઉપર સુપ્રીમ કોર્ટ આવતીકાલે ચુકાદો આપશે

નવી દિલ્હી: યુજીસીના છેલ્લા વર્ષની પરીક્ષાઓના આયોજન ઉપર સુપ્રીમ કોર્ટ આવતીકાલે ચુકાદો આપશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના જુલાઈના સર્ક્યુલર અને અંતિમ વર્ષની પરીક્ષાઓ રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે એટલે કે શુક્રવારે ચુકાદો જાહેર કરશે.
દેશભરમાં પરીક્ષાઓના આયોજનને લઈને સુપ્રીમ કોર્ટે 18 ઓગસ્ટે સુનાવણી પૂરી કરી હતી અને ચુકાદો તે સમયે સુરક્ષિત રાખવામાં આવ્યો હતો મામલાની સુનાવણી ન્યાયાધીશ અશોક ભૂષણ, ન્યાયાધીશ આર સુભાષ રેડી અને ન્યાયાધીશ એમ આર શાહની બેન્ચ કરી રહી છે.
યુજીસીએ જુલાઈએ દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં યુજી  અને પીજી પાઠ્ય અભ્યાસના છેલ્લા વર્ષ અથવા સેમેસ્ટરની પરીક્ષાઓ ફરજિયાત રૂપે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરવા બાબતે એક સરકયુલર જાહેર કર્યો હતો. કોરોના મહામારીને લઈને પરીક્ષાઓ લેવા સામે વિરોધ ચાલી રહ્યો છે. યુજીસીના આ પગલાં સામે દેશભરની અલગ-અલગ સંસ્થાઓના 31 વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને અંતિમ વર્ષ અથવા તો સેમેસ્ટરની પરીક્ષાઓ રદ કરવાની માગણી કરવામાં આવી છે. અરજીમાં વિદ્યાર્થીઓના પરિણામ આંતરિક મૂલ્યાંકન એટલે કે પાછળના વર્ષના દેખાવોને આધાર પર તૈયાર કરવાની પણ માગણી કરવામાં આવી છે.

(12:01 am IST)