Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

યુવકે ક્યારે અને કઇ યુવતી સાથે સેક્સ કરશે? તે 24 કલાક પહેલાં પોલીસને જણાવવું પડશે

લંડનની વેસ્ટ મિનિસ્ટર કોર્ટનો સમાજ માટે જોખમી શખસ સામે ચુકાદો: મહિલાઓ સાથે બિનજરૂરી વાતચીત પર પણ પ્રતિબંધ

લંડનઃ બ્રિટનમાં એક યુવક માટે કોર્ટે વિચિત્ર ચુકાદો આપ્યો છે. આ યુવકે ક્યારે અને કઇ યુવતી સાથે સેક્સ કરશે? તે 24 કલાક પહેલાં પોલીસને જણાવવું પડશે. એટલું જ નહીં તેના પર મહિલાઓ સાથે બિનજરૂરી વાતચીત પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

એક મહિલાએ તેના પર આરોપ મુક્યો હતો કે ડાયરે એક પાર્ટીમાં તેને ખોટી રીતે સ્પર્શ કર્યું હતું અને વિરોધ કરતા રેપ કરવાની ધમકી આપી હતી. પરંતુ ડાયર હજુ સુધી કોઇ પણ યૌન શૌષણના આરોપમાં દોષિત સાબિત થયો નથી.

ડેઇલી મેઇલના રિપોર્ટ મુજબ 39 વર્ષના ડીન ડાયર નામના યુવક પર સેક્સ્યુઅલ હુમલાના ઘણા કેસો ચાલી રહ્યા છે. તેના પર એક 14 વર્ષની કિશોરી સાથે સેકસ સંબંધ બાંધવાની કોશીશ કરવા સહિત શારીરિક શૌષણના 7 આરોપ છે.

કોર્ટે ડાયર સામેના આરોપો સાંભળ્યા બાદ તેને સેક્સ્યુઅલ રિસ્ટ્રેન્ટ ઓર્ડર આપી દીધું. બ્રિટનની વેસ્ટ મિનિસ્ટર કોર્ટે એવું પણ કહ્યું કે દરરોજના કામકાજ દરમિયાન ડાયર માત્ર એ મહિલાઓ સાથે વાતચીત કરી શકે છે, જેમની સાથે વાત કરવાનું સંભવ ન હોય

બ્રિટનમાં સેક્સ્યુઅલ રિસ્ટ્રન્ટ ઓર્ડર (London court order) એક સિવિલ આદેશ છે. સામાન્ય રીતે જેની સામે સેક્સ સંબંધી મામલામાં દોષ સાબિત થતુ નથી પણ તેને સમાજ માટે જોખમી માનવામાં આવતું તેની વિરુદ્ધ આ ઓર્ડર આપવામાં આવે છે.

(12:00 am IST)
  • ખેડૂત આંદોલનના દિલ્હીની ગાઝીપુર બોર્ડર પરના આ છે તાજા દ્રશ્યો access_time 3:00 pm IST

  • ગુજરાત ATS એ, બનાવટી દસ્તાવેજોની મદદથી 15 વર્ષથી અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા સરદારખાન પઠાણ તરીકે ઓળખાતા એક અફઘાન વ્યક્તિને ઝડપી લીધો છે. access_time 11:13 pm IST

  • કાલે કલેકટરના અધ્યક્ષપદે લેન્ડગ્રેબીંગ કમિટીની ત્રીજી બેઠક : કુલ ૪૦થી વધુ કેસો અંગે તપાસ ચાલુ : કલેકટર શ્રી રેમ્યા મોહને પત્રકારોને જણાવ્યુ હતુ કે કાલે બપોર બાદ લેન્ડ ગ્રેબીંગ કમિટીની ત્રીજી બેઠક મળશેઃ આજ સુધીમાં ૪ કેસમાં ૧૧ આરોપી સામે સામે પગલા લેવાયા, હાલ હજુ ૪૦ કેસોની અરજી આવી છે... જે પ્રાંત તથા મામલતદાર લેવલે તપાસ ચાલુઃ કાલે નવા કેસો મુકાશે તે અંગે વિચારણા-તપાસ બાદ નિર્ણય લેવાશે access_time 2:59 pm IST