Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

દિલ્હી હિંસા પર ખેડૂત નેતાઓએ માફી માગી : કહ્યું - શનિવારે ઉપવાસ રાખીશું

દિલ્હી પોલીસમાં પણ અમારા જ ભાઇઓ છે, તેમની સાથે જે રીતનું વર્તન થયું તે બદલ અમે દિલ્હી પોલીસના જવાનોની માફી માંગીએ છીએ.

નવી દિલ્હી : ટ્રેકટર પરેડ દરમિયાન થયેલી હિંસાને લઇને ખેડૂત સંગઠન સતત બેકફૂટ પર જોવા મળી રહ્યું છે.ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે હિંસાને દિલ્હી પોલીસની માફી માગી અને કહ્યું કે આ કારણે ઘણા નારાજ છે.

ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે નિવેદન આપ્યું કે જે બે સંગઠન આંદોલનથી અલગ થયા છે તે પહેલાથી જ સંયુક્ત કિસાન મોર્ચનો ભાગ રહ્યાં નથી. પહેલા પણ બંને સંગઠન આંદોલનથી હટી ગયા હતા, પરંતુ તેઓના વિસ્તારમાંથી જ્યારે દબાણ બનાવામાં આવ્યું ત્યારે તેઓ આંદોલનમાં ફરી જોડાયાં હતા

ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે કહ્યું કે ગણતંત્ર દિવસે જે ઘટ્યું, તે શરમજનક થયું અને અમે શર્મિદા છીએ. કોઇપણ આંદોલન ત્યારે સફળ થાય છે, જ્યારે બંને તરફથી સહયોગ મળે. યુદ્ધવીર સિંહે જણાવ્યું કે હું ગાજીપુર સરહદની પાસે હતો, જે ઉપદ્રવી ત્યાંથી ઘૂસ્યાં ત્યાં અમારા લોકો સામેલ નહોતા.

ખેડૂત નેતાએ કહ્યું કે અમે હિંસાને લઇને નિંદા કરીએ છીએ અને તેના પ્રાયશ્ચિત માટે 30 જાન્યુઆરીના રોજ એક દિવસનો ઉપવાસ પણ કરીશું. દિલ્હી પોલીસમાં પણ અમારા જ ભાઇઓ છે, એવામાં તેમની સાથે જે રીતનું વર્તન થયું અમે દિલ્હી પોલીસના જવાનોની માફી માંગીએ છીએ.

(12:28 pm IST)