Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

કન્ટેઇનર્સ ડિટેન્શન, ડેમરેજ ચાર્જને ગ્રાઉન્ડ રેન્ટ લીધા વિના મુકત કરો

કોરોનાને કારણે બંદર પર સલવાયેલા કન્ટેઇનર્સ માટે આદેશ : ડેપ્યુટી કમિશનરના આદેશનું પાલન ન કરે તો શિપિંગ કંપનીનું કસ્ટમ્સ કાર્ગો સર્વિસ પ્રોવાઇડરનું લાઇસન્સ રદ કરવા ચિમકી

મુંબઇ,તા.૨૮ : કોરોનાને કારણે આયાત કરેલો  માલની બિલ ઓફ એન્ટ્રી ફાઇનલ કરી શકતાં કન્ટેઇનર્સમાં પડેલા ઉપાડી ન શકેલી કંપનીઓ પાસેથી ડેમરેજ, ડિટેન્શન અને ગ્રાઉન્ડ રેન્ટ પેટે વધારાના દિવસો માટે માગણી કરનારી શિપિંગ કંપનીઓને મુન્દ્રાના ડેપ્યુટી કમિશનર-કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન આજય આનંદ આર્યાએ આદેશ કર્યો છે. આ આદેશનું કંપનીઓ પાલન ન કરે તો તેમના કંપનીનું કસ્ટમ્સ કાર્ગો સર્વિસ પ્રોવાઇડર તરીકેનું  લાઇસન્સ રદ કરી દેવાની ચીમકી પણ આપવામાં આવી છે. અમદાવાદ હાઇકોર્ટના એક ચુકાદાના અનુસંધાનમાં આ પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

ડેપ્યુટી કમિશનરના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કેશિપિંગ લાઈન અને સી એફ એસના ચાર્જ એટલે કે ડીટેન્શન ચાર્જ, ડેમરેજ ચાર્જ અને ગ્રાઉન્ડરેન્ટ લીધા વિના જ આયાત કારના કન્ટેઈનર્સ રીલીઝ કરી દેવાના આઁદેશ આપવામાં આવ્યો છે. આ પત્રના માધ્યમતી ડિટેન્શન ચાર્જ, ડેમરેજ અને  ગ્રાઉન્ડ રેન્ટ માફ કરવાની ભલામણ કરવામાં આવી છે.

પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત હાઈ કોર્ટે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર ૧૦,૮૩૩-૨૦૨૦-ચુકાદો આપતા જણાવ્યું છે કે એચસીસીએઆરના નિયમના નિયમ નંબર-૬ ક્યુ મુજબ તેમની સામે પગલાં લેવામાં આવશે. આ નિયમ મુજબ શિપિંગ કંપનીનું કસ્ટમ્સ કાર્ગો સર્વિસ પ્રોવાઈડર્સ તરીકે આપવામાં આવેલી મંજૂરી પાછી ખેંચી લેવાની ચિમકી આપવામાં આવી છે. આ મંજૂરી સસ્પેન્ડ કરવાની કે રદ કરવાની સત્તા રેગ્યુલેશન-નિયંત્રણ નંબર ૧૨ મુજબ તેમની મંજૂરી સસ્પેન્ડ કરવાની અથવા તો રદ કરવાની સત્તા છે .

આ આદેશ અંગે ડેપ્યુટી કમિશનર અજય આનંદ આર્યાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે કેસ ટુ કેસ બેઝીસ પર નિર્ણય લેવામાં આવશે. આ અંગે સંબંધિત કંપનીઓએ તેમની રજૂઆતો આપવાની રહેશે. તેમના કેસ જોઈને તેમની બાબતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. એક કંપની સામે આપવામાં આવેલાઆ આદેશનો લાભ લેવા માટે સંખ્યાબંધ કંપનીઓ આગળ આવે તેવી ધારણા છે.

(1:08 pm IST)