Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ઇન્દોરમાં શો દરમિયાન ધાર્મિક ભાવનાને ઠેસ પહોîચાડવાના ગુન્હામાં જુનાગઢના કોમેડિયન મુનવ્વર ફારૂકીની જામીન અરજી મધ્યપ્રદેશ હાઇકોર્ટે ફગાવી દીધી

ભોપાલ: મધ્ય પ્રદેશ હાઇકોર્ટે કોમેડિયન મુનવ્વર ફારૂકી અને તેના એક સાથીની જામીન અરજી ફગાવી દીધી છે. ફારૂકી પર ઇન્દોરમાં એક સ્ટેન્ડઅપ શો દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડવાનો આરોપ છે. મુળ જૂનાગઢના મુનવ્વર ફારૂકીની ઇન્દોર પોલીસે 1 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી.

સુનાવણી દરમિયાન, હાઇકોર્ટની ઇન્દોર બેન્ચે કહ્યુ કે અત્યાર સુધી ભેગા કરવામાં આવેલા પુરાવાથી ખબર પડે છે કે શો દરમિયાન જાણી જોઇને દેશના નાગરિકોના એક વર્ગની ધાર્મિક ભાવનાઓને અપમાનિત કરવામાં આવી હતી. મુનવ્વર ફારૂકી તરફથી દાખલ થયેલી પ્રથમ બે જામીન અરજી પહેલા જ ફગાવી દેવામાં આવી છે.

સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યુ, “અત્યાર સુધી ભેગા કરવામાં આવેલા પુરાવા/મટીરિયલ જણાવે છે કે એક સાર્વજનિક સ્થળ પર કોમેડીની આડમાં, પ્રથમ દ્રષ્ટીએ, જાણી જોઇને ભારતના નાગરિકોના એક વર્ગની ધાર્મિક ભાવનાઓને અપમાનીત કરતી કોમેન્ટ કરવામાં આવી છે.

જામીન અરજી ફગાવતા હાઇકોર્ટે કહ્યુ કે, ફરિયાદકરનારા વકીલ તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અરજી કરનારે બીજા આરોપી સાથે મળીને સોશિયલ મીડિયા પર હિન્દૂ ભગવાન, ભગવાન શ્રીરામ અને દેવી સીતાને લઇને 18 મહિનામાં અપમાનજનક જોક કર્યા છે.

કોર્ટે સોમવારે સુરક્ષિત રાખ્યો હતો નિર્ણય

25 જાન્યુઆરીએ ફારૂકીની જામીન અરજી પર સુનાવણી કરતા ઇન્દોર બેન્ચે કહ્યુ હતું કે, “આવા લોકોને છોડવામાં ના આવવા જોઇએ. જસ્ટિસ રોહિત આર્યએ કહ્યુ, “પરંતુ તમે કોઇની ધાર્મિક ભાવનાઓનો ખોટ ફાયદો કેમ ઉઠાવો છો? તમારી વિચારધારા સાથે શું તકલીફ છે? બિઝનેસ માટે તમે આવુ કેવી રીતે કરી શકો છો?”

મુનવ્વર ફારૂકી પર શું છે આરોપ?

મુનવ્વર ફારૂકી પર આરોપ છે કે નવા વર્ષે ઇન્દોરમાં એક કાર્યક્રમમાં તેણે હિન્દૂ-દેવી દેવતાઓને લઇને અપમાનજનક વાતો કહી હતી. સ્થાનિક ભાજપના ધારાસભ્ય માલિની સિંહ ગૌડના પુત્ર અને હિન્દૂ રક્ષક સંગઠનના સંયોજક, એકલવ્ય સિંહ ગૌડની ફરિયાદ પર ફારૂકી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ઇન્દોર પોલીસ કહી ચુકી છે કે તેમની પાસે ફારૂકી વિરૂદ્ધ કોઇ વીડિયો પુરાવા નથી.

(5:18 pm IST)