Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

શેરબજારમાં ‘દિવાળી' : સેન્‍સેકસ ૭૪૦૦૦ ઉપર

સેન્‍સેકસ ૧૦૯૨ ઉપર તો નીફટી ૩૬૪ પોઇન્‍ટ અપ : રોકાણકારોની સંપત્તિ ૫ લાખ કરોડ વધી : બેન્‍કીંગ - ફાર્મા - IT શેર્સમાં વધુ ઉછાળો

નવી દિલ્‍હી, તા.૨૮: શેરબજારમાં આજે સવારથી જબરદસ્‍ત ઉછાળો જોવા મળી રહ્યો છે. બીએસઈનો ૩૦ શેરનો ઈન્‍ડેક્‍સ સેન્‍સેક્‍સ ૨:૩૦ વાગ્‍યાની આસપાસ ૧૦૯૦ પોઈન્‍ટ વધીને ૭૪૦૮૯ પર ટ્રેડ થઈ રહ્યો છે. . NSE નિફ્‌ટી ૩૬૪ પોઈન્‍ટ વધીને ૨૨,૪૮૮ પોઈન્‍ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

સેન્‍સેક્‍સ લિસ્‍ટેડ કંપનીઓમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્‍સ, ICICI બેન્‍ક, સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા, પાવર ગ્રીડ અને ઇન્‍ફોસિસના શેર નફાકારક રહ્યા છે. તે જ સમયે, એચસીએલ ટેક્રોલોજીસ, મારુતિ, ટેક મહિન્‍દ્રા અને એશિયન પેઇન્‍ટ્‍સના શેરમાં ઘટાડો થયો છે.  શેરબજારમાં આવેલી તેજી વચ્‍ચે આજે BSE પર લિસ્‍ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. ૫ લાખ કરોડથી વધુનો વધારો થયો છે. , BSE પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ  ૩૮૮.૪    લાખ કરોડ  થઇ છે સૂચિબદ્ધ તમામ આજે, ગ્‍લ્‍ચ્‍ સેન્‍સેક્‍સ પર લિસ્‍ટેડ ૩૦ કંપનીઓમાંથી ૨૩ ગ્રીન ઝોનમાં છે. આજે ગ્‍લ્‍ચ્‍ પર ૨૨૩૯ શેરનો વેપાર થઈ રહ્યો છે. તેમાંથી ૧૫૮૯ શેર મજબૂત દેખાય છે. આજે બેન્‍કિંગ, ફાર્મા અને આઈટી શેર્સમાં વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે.

(3:26 pm IST)