Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જેલમાં રહેલા આઝમ ખાનને સમાજવાદી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારક બનાવાયા

સ્ટાર પ્રચારકોની યાદીમાં અખિલેશ યાદવ, જયા બચ્ચન અને ડિમ્પલ સહીત કુલ 40 નામ

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પોતપોતાની ચૂંટણી રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યા છે ઉમેદવારોની યાદી પણ બહાર પાડી રહ્યા છે દરમિયાન સમાજવાદી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેલમાં બંધ આઝમ ખાનને પણ પાર્ટીના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં કુલ 40 નામ છે. સ્ટાર પ્રચારકોમાં અખિલેશ યાદવ, જયા બચ્ચન અને ડિમ્પલના નામ પણ સામેલ છે.

   
(8:01 pm IST)